શોધખોળ કરો
Advertisement
'સડક-2' બાદ આ ફિલ્મનો પણ વિરોધ, લોકો ટ્વીટર પર કરી રહ્યાં છે આવી માગ
નેપૉટિઝમની વચ્ચે કુલી નંબર 1ને સોશ્યલ મીડિયા ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહી છે. રિલીઝ પહેલા લોકો ફિલ્મનો બહિષ્કાર કરવાની લોકો માંગ કરી રહ્યાં છે
મુંબઇઃ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાલ નેપૉટિઝમ અને ઇનસાઇડર-આઉટસાઇડરની વચ્ચે ફસાઇ ગઇ છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સડક 2નો જબરદસ્ત વિરોધ થયો હતો, હવે આ લિસ્ટમાં વધુ એક ફિલ્મનુ નામ ઉમેરાઇ ગયુ છે. સડક-2 બાદ વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ કુલી નંબર 1 લોકોના નિશાને ચડી છે.
નેપૉટિઝમની વચ્ચે કુલી નંબર 1ને સોશ્યલ મીડિયા ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહી છે. રિલીઝ પહેલા લોકો ફિલ્મનો બહિષ્કાર કરવાની લોકો માંગ કરી રહ્યાં છે. ડેવિડ ધવનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બનીને તૈયાર થઇ ગઇ છે, પરંતુ રિલીઝ માટે રાહ જોવાઇ રહી છે. હાલ કોરોના મહામારીને લઇને મોટા ભાગના ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે, રિપોર્ટ આવ્યા હતા કે આ ફિલ્મ પણ ઓટીટી પર રિલીઝ થઇ શકે છે.
આવા રિપોર્ટ સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર ફિલ્મના બહિષ્કારની માંગ ઉઠી છે, ટ્વીટરથી લઇને ફેસબુક સુધી યૂઝર્સ રિલીઝ થવા પર અભિયાન ચલાવી રહ્યાં છે. લોકો આ ફિલ્મને નેપૉટિઝ્મ સાથે સરખાવી રહ્યાં છે, કેમકે કુલી નંબર 1 ફિલ્મના ડાયરેક્ટરથી લઇને એક્ટર અને પ્રૉડ્યૂસર તમામ ફિલ્મી પરિવારો સાથે જોડાયેલા છે.
આ વાતના પરિણામ આવ્યુ છે કે હાલ સોશ્યલ મીડિયા ટ્વીટર પર #CoolieNo1 જબરદસ્ત ટ્રેન્ડ થવા લાગ્યુ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1994માં આવેલી ગોવિંદાની ફિલ્મ કુલી નંબર 1ને પણ ડેવિડ ધવને જ બનાવી હતી, અને હવે આ ફિલ્મને તેની રિમેક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
ગુજરાત
Advertisement