શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચને 'સપ્લાય યોદ્ધાઓ'ને સલામ કરી, લોકોને કહ્યું- આવા સમયે સંગ્રહખોરી ના કરો
બચ્ચને લોકોને વારંવાર અપીલ કરી છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો, અને કોરોનાને હરાવો. બીગબીએ ફરી એકવાર લોકોને સોશ્યલ મીડિયા પર એક મોટો સંદેશ આપ્યો છે
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને છેલ્લા કેટલાય સમયથી કોરોના વાયરસને લઇને લોકોમાં જાગૃતિ ફેલાવવાનુ કામ શરૂ કર્યુ છે. બચ્ચને લોકોને વારંવાર અપીલ કરી છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો, અને કોરોનાને હરાવો. બીગબીએ ફરી એકવાર લોકોને સોશ્યલ મીડિયા પર એક મોટો સંદેશ આપ્યો છે.
બીગ બીએ કોરોના સામેની લડાઇમાં એક સંવેદનશીલ અને ખાસ મેસેજ શેર કર્યો છે, બચ્ચને આવા સમયે મહત્વપૂર્ણ અને જરૂરિયાતવાળી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવા વાળા લોકોને યોદ્ધાઓ ગણાવ્યા છે, અને ધન્યાવાદ પાઠવ્યા છે.
અમિતાભે ટ્વીટર પર એક વીડિયો શેર કરીને કહ્યું- એકબાજુ જ્યાં આખો દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લૉકડાઉનનુ પાલન કરી રહ્યો છે, અને કોરોના વિરુદ્ધ જંગમાં યોગદાન આપી રહ્યો છે. વળી બીજીબાજુ એવા નિસ્વાર્થ યૌદ્ધાઓ પણ છે, જે અમારી રોજિંદી જરૂરિયાતો-વસ્તુઓ અમારા સુધી સહજતાથી પહોંચાડી રહ્યાં છે. આ સપ્લાય વૉરિયર્સ કે સપ્લાય યૌદ્ધાઓના કારણે જ લૉકડાઉનનું યોગ્ય રીતે પાલન થઇ રહ્યું છે. આ યૌદ્ધાઓને સલામ છે.
બીગ બીએ આગળ કહ્યું- હું આ સપ્લાય યૌદ્ધાઓનો આભાર માનુ છું, જે પોતાના ઘર-પરિવારથી સેંકડો માઇલ દૂર કામ કરી રહ્યાં છે, અને આપણને જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. હું બાકી દેશવાસીઓને પણ કહીશ કે આ સપ્લાય યૌદ્ધાઓના કારણે આપણને કોઇ મુશ્કેલી નહીં પડે, એટલા માટે આપણે બધા ઘરોમાં રહો અને વધારે વસ્તુઓ એકઠી ના કરો, જમાખોરી ના કરો, સંગ્રહખોરી ના કરો, તમે ઘરે રહો અને સુરક્ષિત રહો.
ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં ચાલી રહેલા લૉકડાઉનમાં અમિતાભ બચ્ચને દેશ અને દેશવાસીઓ માટે સલાહ આપતા રહે છે. આ પહેલા એક શોર્ટ ફિલ્મ બનાવીને લોકોને જાગૃત કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion