શોધખોળ કરો
કેન્સર સામે ઝઝૂમી રહેલા એક્ટરે કોરોના કાળમાં મજૂરો-ગરીબો માટે કર્યુ આ મોટુ કામ, જાણો વિગતે
બૉલીવુડ એક્ટર ઇરફાન ખાને એક ખાસ અભિયાન હાથ ધર્યુ છે. તેને એક દિવસ માટે ઉપવાસ રાખવાનુ નક્કી કર્યુ છે. આ માહિતી તેને ખુદ સોશ્યલ મીડિયામાં આપી હતી
![કેન્સર સામે ઝઝૂમી રહેલા એક્ટરે કોરોના કાળમાં મજૂરો-ગરીબો માટે કર્યુ આ મોટુ કામ, જાણો વિગતે coronavirus: actor irrfan khan helps repent to migrant labour કેન્સર સામે ઝઝૂમી રહેલા એક્ટરે કોરોના કાળમાં મજૂરો-ગરીબો માટે કર્યુ આ મોટુ કામ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/31182242/corona-delhi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ કોરોના વાયરસના કારણે દેશમાં મજૂરો અને ગરીબોની હાલત ખાસ્તા થઇ ગઇ છે, રોજ કમાઇને રોજ ખાનારાઓની સ્થિતિ એકદમ વિકટ બની છે, ત્યારે બૉલીવુડ એક્ટર ઇરફાન ખાને એક ખાસ અભિયાન હાથ ધર્યુ છે. તેને એક દિવસ માટે ઉપવાસ રાખવાનુ નક્કી કર્યુ છે. આ માહિતી તેને ખુદ સોશ્યલ મીડિયામાં આપી હતી.
હાલની મુશ્કેલ પરિસ્થિતિમાં સૌથી વધુ પ્રભાવિત મજૂરો અને ગરીબો થયા છે. ઇરફાન ખાને ટ્વીટર દ્વારા માહિતી આપી છે કે, તે આ રોજ કમાઇની ખાનારા મજૂરો માટે કંઇક ખાસ કરવા ઇચ્છે છે.
તેને આ પૉસ્ટમાં એક તસવીર શેર કરીને લખ્યુ કે, પ્રવાસી મજૂરોની સાથે જે થયુ છે, તેના પશ્ચાતાપ માટે શુક્રવારે તે ઉપવાસ રાખશે. આ ઉપવાસ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 10 એપ્રિલા રાખવામાં આવશે.
ખાસ વાત છે કે, એક્ટર ઇરફાન ખાન હાલ ખુદ કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે, તે કેન્સર પીડિત છે, અને આ અભિયાનમાં તેને જબરદસ્ત સમર્થન આપ્યુ છે.
![કેન્સર સામે ઝઝૂમી રહેલા એક્ટરે કોરોના કાળમાં મજૂરો-ગરીબો માટે કર્યુ આ મોટુ કામ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/10153131/Irfana-01-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)