શોધખોળ કરો
Advertisement
કોરોનાથી કેવી રીતે બચી શકાય, હરભજન સિંહે તસવીર પોસ્ટ કરીને આપી આ સલાહ, જાણો વિગતે
ગીતા બસરા અને હરભજન સિંહ તેની દીકરી હિનાયા સાથે ઘરમાં યોગા કરતા હોય તેવી તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અનેક દેશોમાં હાલત ઘણી ખરાબ છે. ભારત પણ આ વાયરસના ઝપટમાંથી બચી શક્યું નથી. અનેક શહેરોમાં સ્કૂલ-કોલેજ, સિનેમાઘર, મોલ, પાર્કથી લઈ પબ, ડાંસ બાર અને જિમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સ્થિતિમાં આમ આદમીની સાથે સાથે સિનેમા અને સ્પોર્ટ્સ જગતના સિતારા ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે.
અભિનેત્રી ગીતા બસરા તેના ક્રિકેટર પતિ હરભજન સિંહ સાથે ઘરમાં જ યોગા કરતી નજરે પડી હતી. ગીતા બસરા અને હરભજન સિંહ તેની દીકરી હિનાયા સાથે ઘરમાં યોગા કરતા હોય તેવી તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.
આ ઉપરાંત હરભજન સિંહે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા લોકોને સુરક્ષિત રહેવાની સાથે સાથે પાણી બચાવાની પણ અપીલ કરી છે. તેણે કહ્યું 20 સેકંડ સુધી હાથ ધોયા બાદ પાણીનો નળ ખુલ્લો ન મુકવો જોઈએ. વિશ્વ એક સંકટ સામે પહેલાથી ઝઝૂમી રહ્યું છે, બીજા સંકટને આગળ ન વધારો. દરેક વખતે વારંવાર હાથ ધોવો અને શક્ય તેટલું પાણી બચાવવાની કોશિશ કરો.
હરભજન સિંહે ભારત તરફથી 103 ટેસ્ટમાં 417 વિકેટ, 236 વન ડેમાં 269 વિકેટ અને 28 ટી20માં 25 વિકેટ ઝડપી છે. ટેસ્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 84 રનમાં 8 વિકેટ, વન ડેમાં 31 રનમાં 5 વિકેટ અને ટી-20માં 12 રનમાં 4 વિકેટ છે. IPLની 160 મેચમાં હરભજને 150 વિકેટ ખેરવી છે. આઈપીએલમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 18 રનમાં 5 વિકેટ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement