Dadasaheb Phalke Awards 2022: રણવીર સિંહને મળ્યો 'બેસ્ટ એક્ટર'નો એવોર્ડ, પુષ્પા બની ‘ફિલ્મ’ ઓફ ધ યર
દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સનો સમારંભ મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં આયોજિત કરવામા આવ્યો,
Dadasaheb Phalke International Film Festival Awards 2022- દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2022ની જાહેરાત થઇ ગઇ છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ્સના લિસ્ટમાં પુષ્પા ધ રાઇઝ, રણવીર સિંહ, કૃતિ સેનન, રાધિક મદાન, રવીના ટંડન, મનોજ વાજપેયી, અહાન શેટ્ટી, કિયારા અડવાણી, સરદાર ઉધમ સિંહ, ફિલ્મ, સિદ્વાર્થ મલ્હોત્રા, અનુપમા સીરિયલ અને અનધર રાઉન્ડ ફિલ્મનુ નામ સામેલ છે. જાણો કોને બેસ્ટ એક્ટર, બેસ્ટ ફિલ્મ, અને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરુસ્કાર મળ્યો.
દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સનો સમારંભ મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં આયોજિત કરવામા આવ્યો, આ વર્ષના એવોર્ડસના વિજેતાઓને જાહેર કરવામાં આવ્યા હતા. આમાં અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઇઝે’ ફિલ્મ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મને સુકુમાર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. દેશમાં આ ફિલ્મને મોટી સફળતા મળી હતી.
આ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ પરમવીર ચક્રથી સન્માનિત કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત ‘શેરશાહ’ને સૌથી શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. રણવીર સિંહ અને કૃતિ સેનનને ક્રમશઃ બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પુરસ્કૃત કરાયા છે.
વિજેતાઓની સંપૂર્ણ યાદી…
બેસ્ટ ફિલ્મ- શેરશાહ
બેસ્ટ એક્ટર- રણવીર સિંહ (83)
બેસ્ટ એક્ટ્રેસ- ક્રિતી સેનન (મિમી)
બેસ્ટ ડિરેક્ટર (કેન ઘોષ (સ્ટેટ ઓફ સીઝઃ ટેમ્પલ એટેક)
ફિલ્મ ઓફ ધ યર- પુષ્પાઃ ધ રાઇઝ
બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અનધર રાઉન્ડ
બેસ્ટ એક્ટર ઇન સર્પોર્ટિંગ રોલ- સતીશ કૌશિક (કાગઝઃ)
બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ- આયુષ શર્મા (અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ)
આઉટસ્ન્ડિંગ કોન્ટ્રિબ્યુશન ટુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી-આશા પારેખ