![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad News: સિંધુ ભવન રોડ પર પોલીસ કર્મચારી પર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરાની ધરપકડ
અમદાવાદના સિંધુ ભવન રોડ પર પોલીસ કર્મચારી પર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરાની ધરપકડ. આરોપી પ્રિન્સ ઠક્કર પોલીસના હાથે ઝડપાઈ જતા બે હાથ જોડી માફી માગતો નજરે પડ્યો. સિંધુ ભવન રોડ પર વાહન ચેકિંગ દરમિયાન પ્રિન્સ ઠક્કરની કારને રોકવા પોલીસે ઈશારો કર્યો. પરંતુ યુ ટર્ન મારી તે ભાગવા લાગ્યો. આ દરમિયાન તેણે પોલીસ કર્મચારીને કચડવાનો પ્રયાસ કર્યો. પોલીસથી બચવા તેણે અન્ય બે વાહનોને ટક્કર પણ મારી. અંતે પોલીસે તેની ધરપકડ કરી.. દોઢ મહિના પહેલા પણ નબીરા પ્રિન્સ ઠક્કરે સિંધુ ભવન રોડ પર ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હતો. જે બદલ તેને 20 હજારનો દંડ કરાયો હતો. તેની કારને પોલીસ પકડે નહીં તે માટે તેણે કારની નંબર પ્લેટ કાઢી નાખી હતી અને પોલીસનું સ્ટીકર લગાવ્યું હતું..આ ઉપરાંત કાર પર બ્લેકફિલ્મ પણ હતી. આરોપી પિન્સ ગોતા વિસ્તારમાં માતા-પિતા સાથે રહે છે.. ચાર મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા..તેના પિતા નિકોલમાં ગોળનો વેપાર કરે છે.. ABP અસ્મિતાની ટીમ તેના ઘરે પહોંચી તો, પરિવારજનોએ કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો.
![Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/02/5bce9ecce872e4f0105cc3196205a0131733108824224722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Ahmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્ર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/30/7db332b74eb4013d1642a084018251a117329807077151012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad News: અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઈન્ટરનેશનલ શાળામાં વાલીઓનો હોબાળો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/30/dec8cacbc9da9a7fc39e6bfed14947ea17329689318351012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/29/3e0602c14cc539a79ef8b2b90132b2501732869698255722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad News: અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેકટરી ઝડપાઇ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/28/930a69211badf822a51d4b7546e2c31c17328021274901012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)