![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિપીકા પાદુકોણની નવી હોલિવૂડ ફિલ્મ, એક્ટિંગની સાથે પ્રોડકશન પણ કરશે
દિપીકાએ હોલિવૂડ ફિલ્મની શરૂઆત XXX: ધ રિટર્ન ઓફ જેન્ડર કેજમાં ફિમેલ લીડ દ્વારા કરી હતી. જેમાં તે વિન ડીજલ સાથે જોવા મળી હતી. દીપિકા હોલિવૂડની વધુ એક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે.
![દિપીકા પાદુકોણની નવી હોલિવૂડ ફિલ્મ, એક્ટિંગની સાથે પ્રોડકશન પણ કરશે deepika padukone new hollywood project to work in cross cultural romantic comedy દિપીકા પાદુકોણની નવી હોલિવૂડ ફિલ્મ, એક્ટિંગની સાથે પ્રોડકશન પણ કરશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/3dba0a93db8ce660f7ce6d035583187c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોલિવૂડ:દિપીકાએ હોલિવૂડ ફિલ્મની શરૂઆત XXX: ધ રિટર્ન ઓફ જેન્ડર કેજમાં ફિમેલ લીડ દ્વારા કરી હતી. જેમાં તે વિન ડીજલ સાથે જોવા મળી હતી. દીપિકા હોલિવૂડની વધુ એક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે.
દિપીકાએ હોલિવૂડ ફિલ્મની શરૂઆત XXX: ધ રિટર્ન ઓફ જેન્ડર કેજમાં ફિમેલ લીડ દ્વારા કરી હતી. જેમાં તે વિન ડીજલ સાથે જોવા મળી હતી. દીપિકા હોલિવૂડની વધુ એક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. STX ફિલ્મસ, ઇરોસ STX ગ્લોબલ કો્ર્પોરેશને જાહેરાત કરી છે કે, તે દીપિકા પાદુકોણ સાથે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવશે. જે પોતાના પ્રોડકશન અને બેનરના માધ્યમથી આવશે, એક્ટિંગની સાથે તે ફિલ્મનું પ્રોડકશન પણ કરશે. આ જાહેરાત STX ફિલ્મસ મોશન પિકચર ગ્રૂપના ચેરમેન એડમ ફોગેલેસને કરી હતી.
દીપિકા પાદુકોણનું નવો હોલિવૂડ પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટને બનાવવા માટે ટેમ્પલ હિલ પ્રોડકશન વિક ગોડફ્રે અને માર્ટી બોવેન સાથે વાતચીત ચાલી રહી છે. આ ફિલ્મ એક ક્રોસ કલ્ચર રોમેન્ટિક કોમેડી ફિલ્મ હશે. ફોગેલસને પ્રશંસા કરતા કહ્યું કે,"દિપીકા પાદુકોણ એક ઇન્ટરનેશનલ સુપરસ્ટાર છે. તેમનામાં અદભૂત કલા પ્રતિભા છે. જેના કારણે જ ઇરોસ ઇન્ટરનેશનલ ફિ્લ્મોને અભૂતપૂર્વક સફળતા મળી છે. હું અને મારા મિત્રો તેમની સાથે ટેમ્પલ હિલમાં કોમેડી રોમેન્ટિક ફિલ્મ કરવા રોમાંચિંત છીએ,અમારું માનવું છે કે, આ ફિલ્મ અમને ભારત અને ન્યોયોર્કની ભાવના અવાજ, કલાકારો અને જીવંત સેટિંગ્સ ટેપ કરવાનો અવસર આપશે"
દિપીકાએ કહ્યું કે, "પ્રોડકશંનું નિર્માણ વૈશ્વિક અપીલ સાથે અસરકારક કન્ટેન્ટ બનાવવાની હેતુસર કરવામાં આ્વ્યું હતું. હું પણ ટેમ્પલ હિલ અને એસટીએકસ ફિલ્મની સાથે ભાગીદારી કરવા માટે રોમાંચિત છું. "
ઉલ્લેખનિય છે કે, દિપીકા પાદુકોણને ટાઇમ પત્રિકાની દુનિયાની 100 પ્રભાવશાળી વ્યક્તિમાં સ્થાન મળ્યું હતું. 2018 અને 2021માં તેમણે વેરાયટીની "ઇન્ટરનેશનલ વિમેન ઇમ્પેક્ટ રિપોર્ટ'માં ફીચર કરવામાં આવ્યું હતું. જે દુનિયાભરના મનોરંજનમાં મહિલાઓનું ઉપલબ્ધીનું જશ્ન મનાવે છે.
View this post on Instagram
આ ફિલ્મથી દીપિકાએ હોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ
દીપિકાએ હોલિવૂડની ફિલ્મ XXX: ધ રિટર્ન ઓફ જેન્ડર કેજથી પદાર્પણ કર્યું હતુ. જેમાં તે વિન ડીજલ સાથે જોવા મળી હતી.આ પહેલા દિપીકા પાદુકોણે ફિલ્મ છપાકમાં કર્યું હતું. જે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. તેમણે પદ્માવતમાં પણ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જેને બોક્સ ઓફિસના બધા જ રેકોર્ડ તોડી દીધા હતા. ગત વર્ષે માનસિક સ્વાસ્થ્ય અને જાગરૂકતા વધારવામાં નેતૃત્વ કરવા માટે પ્રતિંષ્ટિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ક્રિસ્ટલ અવોર્ડ મળ્યો હતો,.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)