(Source: ECI/ABP News/ABP Majha)
Deepika Ranveer Baby: દીપિકા પાદુકોણ માતા બની, અભિનેત્રીએ દિકરીને આપ્યો જન્મ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં નાના મહેમાનનું આગમન થયું છે. દીપિકા પાદુકોણ માતા બની છે. અભિનેત્રીએ દિકરીને જન્મ આપ્યો છે.
Deepika Padukone Ranveer Singh Baby: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં નાના મહેમાનનું આગમન થયું છે. દીપિકા પાદુકોણ માતા બની છે. અભિનેત્રીએ દિકરીને જન્મ આપ્યો છે. દીપિકા પાદુકોણને 7 સપ્ટેમ્બરે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારથી ફેન્સ આ સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે પિંકવિલાના રિપોર્ટ અનુસાર, દીપિકા-રણવીર એક દીકરીના માતા-પિતા બની ગયા છે.
અગાઉ એવા અહેવાલ હતા કે દીપિકા પાદુકોણ 28 સપ્ટેમ્બરે તેના બાળકનું સ્વાગત કરશે. પરંતુ તેણીને સુનિશ્ચિત ડિલિવરીની તારીખના 20 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. એવા પણ અહેવાલ હતા કે અભિનેત્રીની સી-સેક્શન ડિલિવરી થઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી.
તાજેતરમાં જ કપલે પ્રેગ્નેન્સી ફોટોશૂટ પણ શેર કર્યું હતું, જેના પછી ચાહકો આતુરતાથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે તે ક્ષણ આવી ગઈ છે કારણ કે અભિનેત્રીએ એક બાળકીને જન્મ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીને ગઈકાલે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે દિકરીને જન્મ આપવાના સમાચાર સામે આવી રહ્યા છે.
આ કપલ બે દિવસ પહેલા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યું હતું
તમને જણાવી દઈએ કે તેમના પહેલા બાળકના જન્મના બે દિવસ પહેલા જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સિદ્ધિવિનાયક મંદિરે ગયા હતા. દંપતીએ પરિવાર સાથે બાપ્પાના આશીર્વાદ લીધા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ દરમિયાન દીપિકા લીલા રંગની બનારસી સાડીમાં જોવા મળી હતી જ્યારે રણવીર સિંહ બેજ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો.
View this post on Instagram
દીપિકા-રણવીરે ફેબ્રુઆરીમાં સારા સમાચાર આપ્યા હતા
બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહે આ વર્ષે 29 ફેબ્રુઆરીએ ચાહકોને તેમની પ્રેગ્નન્સીના ખુશખબર જાહેર કર્યા હતા. દંપતીએ બાળકોના કપડા અને રમકડાં સાથે ડિઝાઇન કરેલું એક પોસ્ટર શેર કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ સપ્ટેમ્બર 2024 માં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે.