શોધખોળ કરો

Weather: બંગાળની ખાડીમાં ડિપ્રેશનની અસર શરૂ, ગુજરાતમાં ફરી વળશે શીતલહેર, કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગ- IMD એ જણાવ્યું હતું કે પંજાબ અને ઉત્તર મહારાષ્ટ્રમાં 3 થી 5 ડિસેમ્બર દરમિયાન અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 5 થી 7 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું મોજું ફરી શકે છે

Gujarat Weather: દેશભરમાં હવે શિયાળાની પુરજોશમાં શરૂઆત થઇ ચૂકી છે, ઉત્તર ભારતથી લઇને હવે દક્ષિણ સુધી ઠંડા પવનો વાઇ રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે ભારત હવામાન વિભાગ દેશભરમાં શીતલહેરની મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં દેશભરમાં શીતલહેર ફરી વળશે, અને વળી કેટલાક વિસ્તારોમાં વરસાદી પણ સંભાવના છે. મહત્વનું છે કે, બંગાળની ખાડીમાં ડિપ્રેશનની અસરને કારણે આજે એટલે કે 3 ડિસેમ્બર, 2025 એ ગુજરાતના રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમા તેમજ કેરળમાં 3 ડિસેમ્બરે હળવો થી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની અપેક્ષા છે.

શીતલહેરને લઇને હવામાન વિભાગે શું આપી ચેતવણી ?
હવામાન વિભાગ- IMD એ જણાવ્યું હતું કે પંજાબ અને ઉત્તર મહારાષ્ટ્રમાં 3 થી 5 ડિસેમ્બર દરમિયાન અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 5 થી 7 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું મોજું ફરી શકે છે. આગામી થોડા દિવસોમાં ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. 3 થી 5  ડિસેમ્બર દરમિયાન સવારના સમયે હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. ઓડિશામાં પણ ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભાગે લઘુત્તમ તાપમાનની આગાહી પણ જારી કરી છે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન પ્રમાણમાં યથાવત રહેશે, પરંતુ આગામી ચાર દિવસમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટશે. પૂર્વ ભારતમાં પણ આગામી ચાર દિવસમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. મહારાષ્ટ્રમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં તાપમાન ત્રણ દિવસ સુધી સ્થિર રહેશે, ત્યારબાદ થોડો ઘટાડો થશે.

આગામી 24 કલાક દરમિયાન, દક્ષિણ આંધ્રપ્રદેશ અને ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે. તમિલનાડુ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ઓડિશા, લક્ષદ્વીપ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ હળવો વરસાદ પડી શકે છે. પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં શીત લહેરની સ્થિતિ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગે લોકોને ખાસ કરીને તમિલનાડુમાં, બિનજરૂરી મુસાફરી ટાળવા અને ઘર છોડવાનું ટાળવાની સલાહ આપી છે. દરમિયાન, ઉત્તર અને પૂર્વ ભારતમાં તાપમાનમાં ઘટાડો થતાં, ધુમ્મસની અસર વધી રહી છે. IMD એ પંજાબ અને હરિયાણામાં શીત લહેરની ચેતવણી જારી કરી છે. દરમિયાન, દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ ચિંતાનો વિષય છે. બુધવાર, 3 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે, રાષ્ટ્રીય રાજધાનીના બાવાના વિસ્તારમાં 410 નો AQI નોંધવામાં આવ્યો હતો. આનંદ વિહાર ઝોનમાં પણ 400 થી વધુ AQI નોંધવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
Advertisement

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget