Dilip Kumar Photo: હોસ્પિટલમાંથી સામે આવી Dilip Kumar અને Saira Banuની તસવીર
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર(Dilip Kumar) ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે હોસ્પિટલમાંથી દિલીપ કુમાર અને સાયરા બાનોની પ્રથમ તસવીર સામે આવી છે જેને ખુદ દિલીપ કુમારના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે.
Dilip Kumar News: રવિવારે સમાચાર આવ્યા હતા કે તબિયત ખરાબ થવાના કારણે દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર(Dilip Kumar) ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે હોસ્પિટલમાંથી દિલીપ કુમાર અને સાયરા બાનોની પ્રથમ તસવીર સામે આવી છે જેને ખુદ દિલીપ કુમારના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે.
મુંબઈના હિંદુજા હોસ્પિટલમાં દાખલ દિલીપ કુમાર (Dilip Kumar) આ તસવીરમાં સહારો લઈ બેસેલા જોવા મળી રહ્યા છે. જ્યારે તેમના પત્ની અને અભિનેત્રી સાયરા બાનો તેમની પાસે ઉભેલા અને તેમને જોતા જોવા મળી રહ્યા છે. જ્યારે આ તસવીરો પોસ્ટ થઈ તો ફેન્સ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
દિલીપ કુમારને Bilateral Pleural Effusion ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી આ કારણે તેમને ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જો તમે આ બીમારી વિશે નથી જાણતા તો જણાવી દઈએ કે આ એક ફેફસા સંબંધિત બીમારી છે જેમાં ફેફસામાં પાણી ભરાઈ જાય છે. હાલ તેઓ દવાઓથી સ્વસ્થ થઈ રહ્યા છે. ડૉક્ટર તેમના ફેન્સ માટે તેમની હેલ્થ અપડેટ સમય સમય પર જારી કરી રહ્યા છે. હાલ તેઓ પહેલા કરતા સ્વસ્થ છે અને રિકવર થવા પર તેમની જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
2-3 દિવસમાં મળી શકે છે રજા
પહેલા સંભાવનાઓ હતી કે તેમને સોમવારે હોસ્પિટલમાંથી રજા મળી જશે પરંતુ એવું નથી તેમને 2 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે. મીડિયા રિપોર્ટનું માનીએ તો 2થી 3 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. ગત મહીને રુટીન ચેકઅપ માટે બે દિવસ માટે દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ આ વખતે તેમની તબિયત ખરાબ થતા તેમને રવિવારે સવારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હાલમાં ઈન્ડસ્ટ્રીમાં પણ તેમના માટે દુઆઓનો સિલસિલો યથાવત છે અને ફેન્સ પણ તેમના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.