શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂતનો અધૂરો પ્રોજેક્ટ કયો હતો? તેના ડાયરેક્ટર મિત્ર આ રીતે પૂર્ણ કરી આપશે ટ્રિબ્યૂટ
સુશાંત સિંહ રાજપૂતના ડાયરેક્ટર મિત્ર સંજય પૂરણ સિંહ ચૌહાણએ જણાવ્યું કે, તે ફિલ્મ ‘ચંદા મામા દૂર કે’ બનાવીને દિવંગત એકટર સુશાંતને ડેડિકેટ કરશે. એક ઇન્ટરવ્યું દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ સુશાંતનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. જેમાં તે એક અંતરિક્ષ યાત્રીની ભૂમિકા અદા કરવાના હતા.
બોલિવૂડ:દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત દેશની પહેલી અંતરિક્ષ યાત્રા પર એક ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. આ માટે તેમણે 2017માં નાસાની મુલાકાત પણ કરી હતી પરંતુ બજેટ ન હોવાથી પ્રોજેક્ટ પૂર્ણ ન થઇ શક્યો. સુશાંતના ડાયરેક્ટર મિત્ર સંજય પૂરણ સિંહ ચૌહાણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે તેમનો આ અધૂરો પ્રોજેક્ટ પૂર્ણ કરવા ઇચ્છે છે.
સુશાંતના રિપ્લેસમેન્ટની શોધ ખૂબ જ કષ્ટદાયક
સંજય પૂરણ સિંહે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, આ ડ્રીમ પ્રોજેક્ટ સુશાંતના દિલની ખૂબ જ નજીક હતો. સુશાંત આ ફિલ્મમાં એક અંતરિક્ષ યાત્રીની ભૂમિકા અદા કરવાનો હતો, હવે આ રોલ માટે કોઇ અન્યની શોધ ખૂબ જ કષ્ટદાયક છે. જો કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ હજું કામ ચાલી રહ્યું છે. આ મુદ્દે સ્પષ્ટતા કરતા સંજયે જણાવ્યું કે, આ કોઇ વેબ સીરિઝ નહીં હોય પરંતુ મોટા પડદા પર જ રિલીઝ થશે.
સુશાંત સાથે ગાઢ સંબંધ
આ પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં સંજય સિંહે જણાવ્યું હતું કે, સુશાંત સાથે ખૂબ જ સારો સંબંધ છે.સુશાંતનો પ્રોડ્યુસર સાથે વિવાદ થવા છતાં પણ તેમના સંબંઘમાં કોઇ ફરક નથી પડ્યો. અમારી મિત્રતા ખૂબ જ ગાઢ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement