Doctor G Trailer: આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'ડૉક્ટર જી'નું ધમાકેદાર ટ્રેલર રીલિઝ, Male Gynaecologistની સ્ટ્રગલ બતાવે છે ફિલ્મ
બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.
![Doctor G Trailer: આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'ડૉક્ટર જી'નું ધમાકેદાર ટ્રેલર રીલિઝ, Male Gynaecologistની સ્ટ્રગલ બતાવે છે ફિલ્મ Doctor G Trailer: Ayushmann Khurrana's Struggle As A Male Gynaecologist Doctor G Trailer: આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'ડૉક્ટર જી'નું ધમાકેદાર ટ્રેલર રીલિઝ, Male Gynaecologistની સ્ટ્રગલ બતાવે છે ફિલ્મ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/5e944635de359a5d500f531f9ead7f33166366070348274_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ayushmann Khurrana Doctor G Trailer Out: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આયુષ્માનની અપકમિંગ ફિલ્મ 'ડૉક્ટર જી'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરાયુ છે. 'ડૉક્ટર જી'નું ટ્રેલર ખૂબ જ રમૂજથી ભરેલું છે. આયુષ્માનની આ ફિલ્મ હંમેશાની જેમ કોમેડીની સાથે સામાજિક પરિસ્થિતિઓને પણ દર્શાવતી જોવા મળે છે. ફિલ્મ 'ડૉક્ટર જી'માં આયુષ્માન ખુરાનાની સાથે રકુલ પ્રીત સિંહ જોવા મળી રહી છે. આયુષ્માન ખુરાના 'ડૉક્ટર જી'માં ગાયનેકોલોજિસ્ટની ભૂમિકામાં જોવા મળે છે.
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડોક્ટર જીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. લગભગ 2.55 સેકન્ડનું આ ફિલ્મનું ટ્રેલર તમને પેટ પકડીને હસાવી શકે છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના ઓર્થો ડોક્ટર બનવા માંગતો હતો પરંતુ તે ગાયનેકોલોજિસ્ટ બને છે. પુરૂષ ગાયનેકોલોજિસ્ટ હોવાને કારણે ઘણા લોકો તેની પાસે સારવાર કરાવવાનો ઇનકાર કરે છે. એટલું જ નહીં ટ્રેલરમાં એક વ્યક્તિ તેની પત્નીની ડિલિવરી દરમિયાન ડોક્ટરને માર મારે છે.
ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક પુરુષ ગાયનેકોલોજિસ્ટ હોવાને કારણે તેને પોતાના પ્રોફેશનમાં કેટલો સંઘર્ષ કરવો પડે છે. ઘણા લોકો પણ વારંવાર તેની મજાક ઉડાવતા જોવા મળે છે. રકુલ પ્રીત સિંહ પણ આ ફિલ્મમાં એક લેડી ડૉક્ટરની ભૂમિકામાં જોવા મળી રહી છે. ફિલ્મમાં આયુષ્માનના ડાયલોગ્સ પણ જબરદસ્ત છે, જેને સાંભળીને તમે પોતાનું હસવાનું રોકી નહીં શકો.
ફિલ્મના ટ્રેલરમાં આયુષ્માન ખુરાના અને રકુલ પ્રીત સિંહ વચ્ચેની રોમેન્ટિક કેમિસ્ટ્રી પણ દર્શાવવામાં આવી છે. વિનીત જૈનના પ્રોડક્શનમાં બની રહેલી આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડૉક્ટર જી' આવતા મહિને 14 ઑક્ટોબરે થિયેટર્સમાં રીલિઝ થશે.
આ પણ વાંચોઃ
Pauline Jessica: આ એક્ટ્રેસે 29 વર્ષની વયે કરી આત્મહત્યા, કારણ જાણીને ચોંકી જશો
Money Laundering Case: જૈકલીન ફર્નાન્ડિઝની બીજા દિવસે જાણો કેટલા કલાક સુધી કરાઈ પૂછપરછ
Emraan Hashmi Kashmir: કાશ્મીરમાં ઈમરાન હાશ્મી પર પથ્થરમારો, પોલીસે આરોપીની ધરપકડ કરી
કેજીએફ સ્ટાર યશની આગામી ફિલ્મ પણ હશે ધમાકેદાર, ફિલ્મનું બજેટ પણ છે રેકોર્ડબ્રેક, જાણો તમામ અપડેટ
Video: પાકિસ્તાની યુવકે ચાલુ ફ્લાઈટે બારીનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો, યાત્રીઓના શ્વાસ થંભી ગયા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)