(Source: ECI/ABP News/ABP Majha)
Dunki: શાહરુખ ખાને 'ડંકી'ના ધાંસુ પોસ્ટર્સ કર્યા શેર, કિંગ ખાને આપ્યું ફની કેપ્શન
Dunki New Posters: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ડંકી'ને લઈને ચર્ચામાં છે. જ્યારથી ડંકીનું પહેલું ટીઝર બહાર આવ્યું છે ત્યારથી આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
Dunki New Posters: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ડંકી'ને લઈને ચર્ચામાં છે. જ્યારથી ડંકીનું પહેલું ટીઝર બહાર આવ્યું છે ત્યારથી આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. હવે ચાહકોની ઉત્તેજના વધારવા માટે કિંગ ખાને ફિલ્મના બે નવા પોસ્ટર રિલીઝ કર્યા છે. ફેન્સ શાહરુખની આ ફિલ્મને લઈને ખુબ ઉત્સાહિત છે.
શાહરૂખ ખાને શેર કર્યા 'ડંકી'ના નવા પોસ્ટર
શાહરૂખ ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મના પોસ્ટર શેર કર્યા છે, જ્યાં તેની સાથે ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટ પણ જોવા મળી રહી છે. આ શેર કરતી વખતે શાહરૂખ ખાને ખૂબ જ ફની કેપ્શન લખ્યું છે.
View this post on Instagram
શાહરૂખ ખાને ડંકીની આખી સ્ટાર કાસ્ટને 'ઉલ્લુ કે પટ્ઠો' કહીને બોલાવી
એક પોસ્ટરમાં શાહરૂખ તેના આખા ક્રૂ સાથે જોઈ શકાય છે. જ્યારે બીજા પોસ્ટરમાં દરેક લોકો રણમાં જોવા મળે છે. આ પોસ્ટર્સ શેર કરતી વખતે શાહરૂખ ખાને લખ્યું છે કે, 'અમે બિલકુલ એવા જ દેખાઈ રહ્યા છીએ જે રીતે રાજુ સરએ તેમના 'ઉલ્લુ કે પઠ્ઠે' ની કલ્પના કરી હતી. તેમના વિશે ઘણું શેર કરવાનું બાકી છે.
View this post on Instagram
આવી છે ફિલ્મની વાર્તા
રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ નાતાલના ખાસ અવસર પર રિલીઝ થશે. વાર્તાની વાત કરીએ તો ડંકીમાં 4 મિત્રોની વાર્તા બતાવવામાં આવી છે, જેઓ ઈંગ્લેન્ડ જવાનું સપનું જુએ છે. તેના તમામ મિત્રોની જવાબદારી હાર્દિક એટલે કે શાહરૂખ ખાનના ખભા પર છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં શાહરૂખ સિવાય તાપસી પન્નુ, દિયા મિર્ઝા, ધર્મેન્દ્ર, બોમન ઈરાની, સતીશ શાહ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તો વિકી કૌશલ અને કાજોલ કેમિયોમાં જોવા મળશે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial