વર્લ્ડ ફેમસ ફોટોગ્રાફર સ્ટીવ મેકરીએ શેર કરી અમિતાભ બચ્ચનના હમશકલ વાળા શખ્સની તસવીર, જાણો કોણ છે ?
આ તસવીરમાં દેખાઇ રહેલો વ્યક્તિ અફઘાની રિફ્યૂજી છે, અને તેનો ચહેરો મહદઅંશે બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના જેવો જ છે.
મુંબઇઃ વર્લ્ડ ફેમસ ફોટોગ્રાફર સ્ટીવ મેકરીએ એક તસવીરો શેર કરી છે, જે હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં એક શખ્સ દેખાઇ રહ્યો છે, બૉલીવુડની બિગ બી અમિતાભ બચ્ચના હૂબહૂ લાગી રહ્યો છે. આ શખ્સનો લૂક ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં અમિતાભ બચ્ચનના લૂક જેવો જ છે. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
ખરેખરમાં, આ તસવીરમાં દેખાઇ રહેલો વ્યક્તિ અફઘાની રિફ્યૂજી છે, અને તેનો ચહેરો મહદઅંશે બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના જેવો જ છે. આ તસવીર શેર કરવાની સાથે સાથે ફોટોગ્રાફરે રેફ્યૂજી માટે એક લાંબી પોસ્ટ પણ લખી છે. તસવીરમાં આ રેફ્યૂજી પાઘડી તથા ચશ્મામાં જોવા મળે છે.
ફોટોગ્રાફરે તસવીર શેર કરીને કહ્યું હતું, 'આ પાકિસ્તાનમાં રહેતા અફઘાનના રેફ્યૂજી શાહબુઝનું ચિત્ર છે. આ ચિત્ર દુનિયાભરના વિસ્થાપિત લોકોની યાદ અપાવે છે. વિશ્વભરમાં માનવીય સંકટ તરીકે સૌથી મોટી સંખ્યામાં રેફ્યૂજી સામે આવ્યા છે. 100 મિલિયન લોકોએ બેઘર થવું પડ્યું. આપણે તમામે આ લોકોને સપોર્ટ કરવા માટે આપણા પ્રયાસો બમણા કરી દેવા જોઈએ. આ લોકો પોતાની ભૂલ વગર પોતાને નબળા સમજે છે.'
આ તસવીર જોઈને ચાહકોને નવાઈ લાગી છે. ઘણાં લોકોએ રેફ્યૂજીનો ચહેરો બિગ બીને મળતો આવતો હોવાની વાત કહી હતી. એકે કહ્યું હતું, 'આ તો અમિતાભ બચ્ચન જેવા લાગે છે.' અન્ય એકે કહ્યું હતું, 'મને લાગે છે કે અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મનો આ લુક છે. બીજા એકે એવી કમેન્ટ કરી હતી, 'ગુલાબો સિતાબો' ફિલ્મમાં અમિતાભનો લુક.' અન્ય એકે આ લુકની તુલના બિગ બીની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન' સાથે કરી હતી.
આ પણ વાંચો.....
Horoscope Today 23 June 2022: આ બંને રાશિએ આજે આ કામ ન કરવું થશે નુકસાન, જાણો આજનું રાશિફળ
Weight Loss With Sleep: સારી ઊંઘ વિના વજન નહીં ઘટે, જાણો ઊંઘ અને વજન વચ્ચે શું છે કનેક્શન