પ્રખ્યાત તેલુગુ કોરિયોગ્રાફર Chaitanya Masterએ કરી આત્મહત્યા, છેલ્લા વીડિયોમાં કહ્યું- 'દેવાનો બોજ સહન કરી શકતો નથી'
Telugu Choreographer Chaitanya: તેલુગુ કોરિયોગ્રાફર ચૈતન્યએ આત્મહત્યા કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરિયોગ્રાફર તેની લોન ચૂકવી ન શકવાથી ખૂબ જ પરેશાન હતો.
Telugu Choreographer Chaitanya Died: તેલુગુ કોરિયોગ્રાફર ચૈતન્યએ રવિવાર, 30 એપ્રિલના રોજ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૈતન્ય તેની લોન ચૂકવવામાં સક્ષમ ન હતો અને તેથી દુખી થઈને તેણે આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં ફાંસી લગાવી લીધી. સ્વર્ગસ્થ કોરિયોગ્રાફર ચૈતન્ય લોકપ્રિય તેલુગુ ડાન્સ શો ધીમાં જોવા મળ્યો હતો.
This is unexpected #Chaitanya master, Suicide isn't a solution,u are such a talented soul yet couldn't understand how u could do this. It needs lot of guts to commit suicide,u could've used that courage to solve your problems,Super angry&sad on ur death#Dhee#RipChaitanyaMaster pic.twitter.com/6CpAkNvCn4
— Vamc Krishna (@lyf_a_zindagi) April 30, 2023
ચૈતન્યએ આત્મહત્યા પહેલા વીડિયો શેર કર્યો હતો
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર આત્મહત્યા કરતા પહેલા ચૈતન્યએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયોમાં તેણે ખુલાસો કર્યો છે કે તે તેની લોન ચૂકવવામાં સક્ષમ નથી. તેણે કહ્યું કે તે હવે દબાણ સહન કરવા સક્ષમ નથી.
Rest In Peace #Chaitanya Master an unexpected one 💔 pic.twitter.com/xC12jVfonV
— Sumanth (@SumanthOffl) April 30, 2023
ચૈતન્ય વીડિયોમાં માતા-પિતા અને મિત્રોની માફી માંગે છે
ચૈતન્યએ વીડિયોમાં કહ્યું, “મારી માતા, પિતા અને બહેને મારી ખૂબ કાળજી લીધી અને મને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો ન થવા દીધો. હું મારા બધા મિત્રોની દિલથી માફી માંગુ છું. મેં ઘણા લોકોને નારાજ કર્યા છે અને હું બધાની માફી માંગુ છું. પૈસાની બાબતમાં મેં મારી ભલાઈ ગુમાવી દીધી. વ્યક્તિ માત્ર લોન લેવા માટે સક્ષમ ન હોવો જોઈએ પણ તેને ચૂકવવાની ક્ષમતા પણ હોવી જોઈએ. પરંતુ હું તે કરી શક્યો નહીં. હાલમાં હું નેલ્લોરમાં છું અને આ મારો છેલ્લો દિવસ છે. હું મારી દેવાની સમસ્યાઓ સહન કરી શકતો નથી."
@etvteluguindia Dhee show Chaitanya master suicide, This news is shocking to us all.
— Ramya (@smilyramyaa) April 30, 2023
I’m watching Dhee show every week from years and you became our family member,
Indku anna elanti decision teskunav, nitho patu mi family members ki and maku nuvu lev ani badha migelchav 😭😭 pic.twitter.com/HPRmuyKBLU
ચાહકો ટ્વિટર પર ચૈતન્યના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે
તે જ સમયે, ચૈતન્યના મૃત્યુના સમાચાર આવતાની સાથે જ ઘણા ચાહકોને આઘાત લાગ્યો હતો. કોરિયોગ્રાફરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા ચાહકો ટ્વિટર પર પોસ્ટ કરી રહ્યા છે.