શોધખોળ કરો
એક્ટ્રેસને બોયફ્રેન્ડ ક્રિકેટર સાથેનો પહેલાં ના આવેલો ફોટો મૂકવા ચાહકોએ કરી અપીલ, એક્ટ્રેસે કેવો ફોટો મૂક્યો ?
એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ તેમના બોયફ્રેન્ડ સાથે મૂકેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. એક્ટ્રેસ આથિયા શેટ્ટીને તેમના ફેન્સ ફોલોવર્સે બોયફ્રેન્ડ રાહુલ સાથેનો જૂનો ફોટો પોસ્ટ કરવા અપીલ કરી હતી. ત્યારે આથિયાએ કેવો ફોટો શેર કર્યો જુઓ...

ફેન્સ સાથે સંપર્કમાં રહેવા માટે સેલિબ્રિટી તેમની અંગત જિંદગીના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. આથિયા શેટ્ટી પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. આથિયાના ફેન્સ ફોલોવર્સે તેમના બોયફ્રેન્ડ રાહુલ સાથેની તસવીર પોસ્ટ કરવા માટેની રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારે આથિયાએ તેમના બોયફ્રેન્ડ સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જે હાલ ટ્રેન્ડ કરી રહી છે. આથિયાના શેટ્ટી અને કે.એલ. રાહુલ ખૂબ જ સારા ફ્રેન્ડ છે.આથિયા 2019થી રાહુલને ડેટ કરી રહી છે. તેમણે માસ્કમાં બંનેની સેલ્ફી પોસ્ટ કરી છે. જેને તેમના ફેન્સ ફોલોવર્સ લાઇક કરી રહ્યાં છે. આ બંને રિલેશનશિપને લઇને અફવાઓ થતી રહે છે. એક અફવા એવી હતી કે, બંને ગત વર્ષે ટ્રીપ પર ગયા હતા. કે.એલ રાહુલે એક તસવીર પોસ્ટ કરી હતી. અને લખ્યુ હતું.”હેપી બર્થ ડે મેડ ચાઇલ્ડ”
આથિયા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે વારંવાર તેમની જિંદગીની યાદગાર પળોની તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલ જ તેમણે સનફ્લાવર સાથેનો બ્યુટીફુલ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને નોટમાં લખ્યું હતું. “ ફલાવર્સ મને ખુશ રાખે છે” આથિયાની આ તસવીર પર પ્રતિક્રિયા આપતા રાહુલે રોઝનું ઇમોજી પોસ્ટ કર્યું હતુંView this post on Instagram
વધુ વાંચો





















