KL Rahulના બચાવમાં આવ્યા સસરા Suniel Shetty, કરણ જોહરના શોમાં Hardik Pandya વિશે કહી આ વાત
Suniel Shetty On KL Rahul: સુનીલ શેટ્ટીએ કોફી વિથ કરણ શોમાં જમાઈ કેએલ રાહુલ અને ક્રિકેટર હાર્દિક પંડ્યા વચ્ચેના વિવાદ વિશે ખુલીને વાત કરી હતી.
Suniel Shetty On KL Rahul : બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી તેના જમાઈ કેએલ રાહુલને ખૂબ પ્રેમ કરે છે. તે ઘણીવાર કોઈને કોઈ ઈવેન્ટ કે ઈન્ટરવ્યુમાં કેએલ રાહુલના વખાણ કરતાં રહે છે. હવે સુનીલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાના 'કોફી વિથ કરણ'ના વિવાદાસ્પદ ઈન્ટરવ્યુ અંગે ખુલીને વાત કરી છે.
કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાને સપોર્ટ કર્યો હતો
સુનીલ શેટ્ટી હાલમાં જ 'ધ રણવીર શો'માં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાના સમર્થનમાં વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'હાર્દિક શાયદ બહકી ગયો હતો, પરંતુ જ્યારે તમને આવો સવાલ પૂછવામાં આવે ત્યારે તમે શું કરશો? આ શોનું ફોર્મેટ છે. તમે બાળકોને ઉત્તેજિત કરો છો અને તેઓ આવી વાતો કહે છે. અને પછી તમે તેના તેના પર પ્રતિબંધ લગાવવાણી વાત કરવા લાગો છો.
મહેમાન તરીકે આપણી જવાબદારી હોવી જોઈએ
સુનીલ શેટ્ટીએ આગળ કહ્યું, 'મને લાગે છે કે આપણે એન્કર અને ગેસ્ટ તરીકે જવાબદાર બનવાની જરૂર છે કારણ કે તમે મને એવા પ્રશ્નો પૂછો છો, જેનો મને લાગે છે કે હું જવાબ આપવા માંગતો નથી, તેથી તેનો અર્થ એ નથી કે હું કોઈથી ઓછો છું. જ્યારે આવું થાય છે, ત્યારે જ વસ્તુઓ ખોટી થાય છે જે ન થવું જોઈએ. વસ્તુઓ જેવી છે અથવા હોવી જોઈએ તેમ કહેવાની તમારી પાસે હિંમત હોવી જોઈએ.
જાણો શું હતો મામલો
તે જાણીતું છે કે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વર્ષ 2019માં કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 6માં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ એપિસોડને લઈને ઘણો હોબાળો થયો હતો. કેએલ રાહુલે વધુ બોલ્ડ નિવેદન આપ્યું ન હતું, પરંતુ હાર્દિકે ઘણી મહિલાઓ સાથે શારીરિક સંબંધ હોવાની વાત કબૂલી હતી. આ પછી શોની ભારે ટીકા થઈ હતી.
સુનીલ શેટ્ટી 'હેરા ફેરી 3'માં જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુનીલ શેટ્ટી ટૂંક સમયમાં ફિલ્મ હેરા ફેરી 3માં જોવા મળશે. આમાં ફરી એકવાર તેની ત્રિપુટી અક્ષય કુમાર, પરેશ રાવલ સાથે જોવા મળશે. અભિનેતા છેલ્લે એમએક્સ પ્લેયરના શો ધારાવી બેંકમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે વિવેક ઓબેરોય સાથે સ્ક્રીન શેર કરી હતી.