Hrithik Roshan: 'બ્રહ્માસ્ત્ર 2'માં ઋત્વિકની એન્ટ્રી ? એક્ટરે પોતાના રૉલ અંગે શું કહ્યું, જાણો
ઋત્વિક રોશન (Hrithik Roshan) તે અભિનેતાઓમાનો એક છે, જેની આ ભૂમિકા નિભાવવા માટેની અફવાઓ છે. હવે આના પર ખુદ ઋત્વિક રોશનનું રિએક્શન સામે આવ્યુ છે
![Hrithik Roshan: 'બ્રહ્માસ્ત્ર 2'માં ઋત્વિકની એન્ટ્રી ? એક્ટરે પોતાના રૉલ અંગે શું કહ્યું, જાણો fingers crossed: actor hrithik roshan break silence on rumours on brahmastra part 2 role Hrithik Roshan: 'બ્રહ્માસ્ત્ર 2'માં ઋત્વિકની એન્ટ્રી ? એક્ટરે પોતાના રૉલ અંગે શું કહ્યું, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/18/b06f5de0cf217d0c26d9954041c8b7d61663479871078229_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hrithik Roshan In Brahmastra: જ્યારથી બ્રહ્માસ્ત્ર પાર્ટ 1: શિવા (Brahmastra Part 1: Shiva) રિલીઝ થઇ છે, ફેન્સે અનુમાન લગાવવાનુ શરૂ કરી દીધુ છે કે, 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવ' (Brahmastra Part 2: Dev)માં કોણ હીરો લીડ રૉલ કરતો દેખાશે. ઋત્વિક રોશન (Hrithik Roshan) તે અભિનેતાઓમાનો એક છે, જેની આ ભૂમિકા નિભાવવા માટેની અફવાઓ છે. હવે આના પર ખુદ ઋત્વિક રોશનનું રિએક્શન સામે આવ્યુ છે. ઋત્વિક રોશને કહ્યું કે, તે અયાન મુખર્જી (Ayan Mukerji)ની ફેન્ટસી ટ્રાયોલૉજીની બીજા ભાગમાં દેખાઇ શકે છે.
ઋત્વિક રોશને 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવ' અંગે શું કહ્યું -
તાજેતરમાં જ પીટીઆઈની સાથે વાતચીતમાં ઋત્વિકને 'બ્રહ્માસ્ત્ર' તથા નિતેશ તિવારીની 'રામાયણ'માં કાસ્ટ કરવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. એકટરે કહ્યું હતું, 'આ શું થઈ રહ્યું છે? કંઈ જ થતું નથી. મારી આગામી ફિલ્મ 'ફાઇટર' છે. ત્યારબાદ તમામ પ્રૉજેક્ટ્સ સાથે જોડાવવાની સંભાવના છે. તમે જે અંગે વાત કરી રહ્યો છે તે માટે 'ફિંગર્સ ક્રોસ્ડ.' ઉલ્લેખનીય છે કે 'બ્રહ્માસ્ત્ર'નો બીજો ભાગ દેવ પર બનાવવામાં આવશે.
બ્રહ્માસ્ત્ર 1માં રણબીર અને આલિયાની શાનદાર જોડી -
'બ્રહ્માસ્ત્ર ભાગ 1' માં રણબીર કપૂરે શિવાની ભૂમિકા ભજવી હતી અને આલિયા ભટ્ટે ઈશાની ભૂમિકા નિભાવી હતી. અયાને બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 વિશે કહ્યું હતું કે તે વિરોધી દેવ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા અતીત અને વર્તમાનની વચ્ચે સ્વિચ કરશે. જો કે, ઋત્વિકે આ વાતની પુષ્ટિ નથી કરી કે તે દેવની ભૂમિકા નિભાવશે, તેણે કહ્યું કે, તે કોઈપણ પ્રૉજેક્ટ્સ સાથે જોડાવવાની સંભાવના છે.
વિક્રમ વેધા -
બૉલીવુડ સુપરસ્ટાર ઋત્વિક રોશન અને સૈફ અલી ખાનની મૉસ્ટ અવેટેડ ફિલ્મ વિક્રમ વેધા 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મ માટે ફેન્સ પણ ઉતાવળા છે. વિક્રમ વેધાના ટ્રેલરથી એ સ્પષ્ટ થઇ ગયુ છે કે, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. સાથે જ ઋત્વિક રોશનના નેગેટિવ રૉલની ચર્ચા દરેક જગ્યાએ થઇ રહી છે.
વિક્રમ વેધાના ટ્રેલરની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ટ્રેલરમાં સૈફ અલી ખાન અને રીતિક રોશનની એક્શન, ડ્રામા અને સસ્પેન્સ ફિલ્મની એક ઝલક જોવા મળી રહી છે.
તમિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’ સુપર ડુપર હિટ રહી હતી. હવે જે રીતે તેના હિન્દી વર્ઝનના ટ્રેલરને લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. તેણે ફિલ્મની સફળતા તરફ ઈશારો કર્યો હતો. ટ્રેલરને સોશિયલ મીડિયા પર જોરદાર રિએક્શન મળી રહ્યું છે. તેમાં ટોપ લેવલની એક્શન, જબરદસ્ત ડાયલોગ, રોમાંચનો સંપૂર્ણ ડોઝ છે. રીતિકને ગ્રે શેડના રોલમાં જોવા માટે ચાહકો આતુર છે. ફિલ્મમાં પોલીસ ઓફિસર વિક્રમ (સૈફ અલી ખાન) એક ખતરનાક ગેંગસ્ટર વેધા (રિતિક રોશન)ને શોધી કાઢવા અને તેનો પીછો કરવા નીકળે છે. યુઝર્સ વિક્રમ વેધાને 2022ની સૌથી મોટી બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે. લોકોને ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ખૂબ પસંદ પડી રહ્યું છે. તેઓ સૈફના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન અને ડેશિંગ લુકના વખાણ કરતા થાકતા નથી. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ વિક્રમ વેધામાં સૈફ અને રીતિકને સામસામે જોવાનો છે. લોકોને સારી અને ખરાબ વચ્ચેની લડાઈ રસપ્રદ લાગે છે. રીતિક અને સૈફના ફેન્સ માટે આ ફિલ્મ એક મોટી ભેટ બની રહી છે. રીતિક આ ફિલ્મથી 3 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહ્યો છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આમાં રાધિકા આપ્ટે, રોહિત શર્ફ, શારીબ હાશ્મી, યોગિતા બિહાની પણ મહત્વના રોલમાં જોવા મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)