(Source: ECI/ABP News/ABP Majha)
પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'એ વિશ્વભરમાં 2 દિવસમાં આટલા કરોડની કમાણી કરી, પ્રથમ દિવસની કમાણી જાણી ચોંકી જશો
આ ફિલ્મની પણ ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. પરંતુ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેના ડાયલોગ અને VFX માટે તેની ભારે ટીકા થઈ હતી.
સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ આદિપુરુષએ કેટલી કમાણી કરી ? દરેક લોકોના મનમાં આ પ્રશ્ન છે. આવો તમને જણાવીએ આદિપુરુષની કમાણી વિશે. આદિપુરુષને લઈ ચાહકોમાં જોરદાર ઉત્સાહ હતો. આ ફિલ્મની પણ ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. પરંતુ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેના ડાયલોગ અને VFX માટે તેની ભારે ટીકા થઈ હતી. ફિલ્મને લઈને મેકર્સની અપેક્ષા મુજબ રિવ્યુ આવ્યા નથી. પરંતુ આદિપુરુષને પ્રથમ દિવસે બમ્પર ઓપનિંગ મળી હતી. આદિપુરુષ ફિલ્મની બોક્સ ઓફિસ કલેક્શનની કમાણી પહેલા દિવસે 100 કરોડથી વધુ હતી. આ રીતે ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન ખૂબ જ મજબૂત હતું.
પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની આદિપુરુષે વિશ્વભરમાં પ્રથમ દિવસે લગભગ 140 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ બીજો દિવસ પણ ફિલ્મ માટે સારો રહ્યો છે. જોકે કમાણીમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ બીજા દિવસે ફિલ્મે વિશ્વભરમાં લગભગ 100 કરોડની કમાણી કરી લીધી છે. આદિપુરુષે બે દિવસમાં આશરે રૂ. 240 કરોડનું કલેક્શન કર્યું છે. આદિપુરુષ એક મેગા બજેટ ફિલ્મ છે. આ ફિલ્મને સુપરહિટ કે બ્લોકબસ્ટર બનવા માટે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરવી પડશે.
વિવાદો વચ્ચે ફિલ્મ આદિપુરુષના મેકર્સે કર્યું મોટું એલાન
આદિપુરુષના સતત વિરોધ બાદ ફિલ્મના મેકર્સે મોટી જાહેરાત કરી છે. ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે હવે ફિલ્મના ડાયલોગ બદલવામાં આવશે. તે જ સમયે, ફિલ્મના નિર્માતાઓએ પણ આ અંગે નિવેદન જાહેર કર્યું છે અને સત્તાવાર રીતે સંવાદ બદલવા માટે કહ્યું છે. ફિલ્મનો સતત વિરોધ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને મેકર્સે આ મોટો નિર્ણય લીધો છે.
रामकथा से पहला पाठ जो कोई सीख सकता है, वो है हर भावना का सम्मान करना.
— Manoj Muntashir Shukla (@manojmuntashir) June 18, 2023
सही या ग़लत, समय के अनुसार बदल जाता है, भावना रह जाती है.
आदिपुरुष में 4000 से भी ज़्यादा पंक्तियों के संवाद मैंने लिखे, 5 पंक्तियों पर कुछ भावनाएँ आहत हुईं.
उन सैकड़ों पंक्तियों में जहाँ श्री राम का यशगान…
આ અઠવાડિયે ફિલ્મમાં નવા ડાયલોગ્સ સામેલ કરવામાં આવશે
મનોજ મુન્તાશીરે ટ્વીટ કરીને આ માહિતી આપી અને લખ્યું, 'મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે કેટલાક સંવાદો જે તમને ઠેસ પહોંચાડી રહ્યા છે, અમે તેમને સુધારીશું અને તેમને આ અઠવાડિયે ફિલ્મમાં સામેલ કરવામાં આવશે.' આ સાથે મનોજ મુન્તાશીરે એ પણ જણાવ્યું કે તેણે આ ફિલ્મ માટે 4000થી વધુ લાઈનોના સંવાદો લખ્યા છે. જેમાંથી 5 ડાયલોગ લોકોને ઠેસ પહોંચાડી રહ્યા છે. તેને જોતા તેના સંવાદમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ફિલ્મના નિર્માતાઓ એવા સંવાદો પર ફરીથી વિચાર કરી રહ્યા છે જેણે દર્શકોને દુઃખ પહોંચાડ્યું છે. આ ઉપરાંત, નિર્માતાઓ ઇચ્છે છે કે ફિલ્મ તેની મૂળ ભાવનાથી ભટકી ન જાય. ફિલ્મના નિર્માતાઓ પણ માને છે કે ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી હોય, પરંતુ દર્શકોની ભાવનાઓને કોઈપણ રીતે ઠેસ ન પહોંચાડવી જોઈએ.
પહેલા પણ કરવામાં આવ્યો હતો ફેરફાર
તમને જણાવી દઈએ કે આ પહેલા જ્યારે ફિલ્મનું ટીઝર રીલિઝ થયું હતું ત્યારે તેને પણ દર્શકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ આ ફિલ્મના ગ્રાફિક્સમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. જે બાદ ફિલ્મનું બજેટ પણ વધ્યું હતું. ત્યારબાદ જ્યારે તેનું ટ્રેલર બહાર આવ્યું તો તેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. જો કે હવે ફિલ્મ રિલીઝ થયા બાદ ફરીથી મેકર્સે આ મોટો નિર્ણય લેવો પડ્યો છે.