શોધખોળ કરો
Advertisement
ડાન્સર સપના ચૌધરી પર દિલ્હી પોલીસે નોંધ્યો કેસ, જાણો શું છે મામલો
સપના ચૌધરી અને અન્ય વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાઇ ગયો છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા આ મામલાની તપાસ કરી રહી છે. સપના અને અન્ય લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 420,120 B,406 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ જાણીતી ડાન્સર સપના ચૌધરી એકવાર ફરીથી મોટી મુસીબતમાં ફંસાઇ ગઇ છે. સપના ચૌધરી વિરુદ્ધ દિલ્હી પોલીસે એફઆઇઆર નોંધી છે. સપના વિરુદ્ધ ફરિયાદ કરનારી કંપની આરોપ લગાવ્યો છે કે કામ માંગવા આવેલી સપના ચૌધરીએ માત્ર એગ્રીમેન્ટની શરતો જ નથી તોડી, પરંતુ એક કર્મચારીની કથિત મિલીભગતથી કંપનીના ક્લાયન્ટ્સ પણ ચોરી કરાવ્યા છે.
સપના ચૌધરી અને અન્ય વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાઇ ગયો છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા આ મામલાની તપાસ કરી રહી છે. સપના અને અન્ય લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 420,120 B,406 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
જાણકારી અનુસાર, સપના ચૌધરી પર આરોપ લગાવ્યો છે કે તેને એક પીઆર કંપની પાસેથી સ્ટેજ શૉ અને સિંગિંગના એગ્રીમેન્ટ કર્યા હતા. પરંતુ બાદમાં પરફોર્મન્સ ન હતુ આપ્યુ. એટલુ જ નહીં આરોપો અનુસાર સપનાએ લૉનના નામથી કંપની પાસેથી એડવાન્સ લીધા. પછી તેને આ પૈસા પાછા પણ ના આપ્યા અને કોઇ પરફોર્મન્સ પણ આપ્યુ ન હતુ. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા આ મામલામાં સપના ચૌધરીને જલ્દી નોટિસ મોકલીને પુછપરછ માટે બોલાવવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion