Game Changer First Review: રામ ચરણનું ધમાકેદાર પર્ફોર્મન્સ, કિયારાએ પણ કરી કમાલ,'ગેમ ચેન્જર'નો ફર્સ્ટ રિવ્યૂ
Game Changer First Review: રામ ચરણની 'ગેમ ચેન્જર' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનો પહેલો રિવ્યૂ પણ આવી ગયો છે. આ ફિલ્મને શાનદાર ગણાવવામાં આવી રહી છે અને તેને કારકિર્દી ચેન્જર ફિલ્મ કહેવામાં આવી રહી છે.
Game Changer First Review Out: રામ ચરણની મોસ્ટ એવેટેડ ફિલ્મ, 'ગેમ ચેન્જર' વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી. આખરે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ સાથે, 'ગેમ ચેન્જર' ની પહેલો રિવ્યૂ હવે બહાર પડી ગયો છે. શુક્રવારે સવારે, ટ્રેડ વિશ્લેષક મનોબાલા વિજયબાલને તેમના X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) હેન્ડલ પર 'ગેમ ચેન્જર'નો પહેલો રિવ્યૂ શેર કર્યો અને શંકર દિગ્દર્શિત ફિલ્મની પ્રશંસા કરી. તેમણે આ ફિલ્મને 'કેરિયર ચેન્જર' ગણાવી અને ખુલાસો કર્યો કે રામ ચરણ અને કિયારા અડવાણી બંનેએ પોતાની ભૂમિકાઓ શાનદાર રીતે ભજવી છે.
'ગેમ ચેન્જર' નો પહેલો રિવ્યૂ
ટ્રેડ વિશ્લેષક મનોબાલા વિજયબાલને તેમની પોસ્ટમાં લખ્યું, “શંકરે એક અદ્ભુત ફિલ્મ સાથે વાપસી કરી છે. તે શક્તિશાળી વાર્તા કહેવા, શાનદાર પ્રદર્શન અને શ્રેષ્ઠ ટેકનિકલ તત્વોનું મિશ્રણ છે જે એક અદભુત સિનેમેટિક અનુભવ બનાવે છે. તેમણે હલકી ફુલકી પળો અને ઈન્ટેસ ડ્રામાvr વચ્ચે ટ્રાન્ઝિસનને માસ્ટરફુલી હેન્ડલ કર્યું અને અમને મંત્રમુગ્ધ કરી દીધા.
Game Changer: ⭐️⭐️⭐️⭐️
— Manobala Vijayabalan (@ManobalaV) January 9, 2025
CAREER CHANGER
Shankar has given a comeback with remarkable film that blends engaging storytelling, stellar performances, and top-notch technical elements to create an immersive cinematic experience. He masterfully handled the transitions between… pic.twitter.com/KExTTKuxrJ
તેમણે આગળ લખ્યું, “રામ ચરણનો શાનદાર અભિનય ભૂમિકામાં ઈન્ટેસિટી અને સ્ટ્રેન્થ બંને લાવે છે. એસજે સૂર્યા ઉત્કૃષ્ટ હતા. કિયારા અડવાણી અને અંજલિએ પોતાની ભૂમિકાઓ ખૂબ જ સારી રીતે ભજવી છે. મોટા પડદા પર ગીતો અને દ્રશ્યો જોવાની મજા આવે છે. "બેકગ્રાઉન્ડ સ્કોર મુખ્ય સિન્સમાં ઊંચાઈ ઉમેરે છે," તેમણે ગેમ ચેન્જરને એક "પ્રભાવશાળી કમર્શિયલ એન્ટરટેનર" ગણાવીને તેમની નોટને ખતમ કરી.
રામ ચરણે 'ગેમ ચેન્જર'માં ડબલ રોલ ભજવ્યો છે
તમને જણાવી દઈએ કે ગેમ ચેન્જરમાં રામ ચરણે ડબલ રોલ ભજવ્યો છે. એક કડક અમલદાર તરીકે અને સામાજિક સુધારણા માટે કામ કરતા એક મહાન વ્યક્તિ તરીકે. બીજી તરફ, કિયારા અડવાણી ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં અંજલિ, એસજે સૂર્યા, શ્રીકાંત, સમુતિરકણી, સુનીલ અને નવીન ચંદ્રાએ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન શંકરે કર્યું છે.
આ પણ વાંચો....