શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હાર્દિંક પંડ્યાએ 37 બોલમાં ઠોકી સદી, મંગેતર નતાશાએ કહ્યું- ખતરનાક હિટર છે કુંગ ફૂ પંડ્યા
રિલાયન્સ વન ટીમ તરફથી હાર્દિક ચોથા નંબરે બેટિંગ માટે ઉતર્યો હતો. તેણે આવતાની સાથે જ ફોર-સિક્સર ફટકારવાનું શરુ કરી દીધું હતું.
નવી દિલ્હી: હાર્દિક પંડ્યા ફિટ થઈને મેદાન પર પરત ફરી ચૂક્યો છે અને હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરવા તરફ નજર માંડી રહ્યો છે. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધની ત્રણ વન-ડે મેચની સીરિઝથી ટીમ ઈન્ડિયામાં કમબેક કરી શકે છે. આના પહેલા જ તેણે પોતાના ફોર્મની ઝલક દેખાડી દીધી છે. મંગળવારે મુંબઈમાં રમાઈ રહેલા Dy પાટિલ ટી20 કપમાં પંડ્યાએ ધમાકેદાર શતકીય ઈનિંગ રમી. તેણે 39 બોલમાં 105 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઑલરાઉન્ડરે રિલાયન્સ વન તરફથી CAG વિરુદ્ધ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં આ ઈનિંગ રમી. તેની સ્ટ્રાઇક રેટ 269.23ની રહી હતી.
રિલાયન્સ વન ટીમ તરફથી હાર્દિક ચોથા નંબરે બેટિંગ માટે ઉતર્યો હતો. તેણે આવતાની સાથે જ ફોર-સિક્સર ફટકારવાનું શરુ કરી દીધું હતું. હાર્દિકે 25 બોલમાં અડધી સદી પુરી કરી હતી. તેણે મિડવિકેટ પર સિક્સર ફટકારી 50 રન પુરા કર્યા હતા. આ પછી આગામી 12 બોલમાં સદી પુરી કરી નાખી હતી. 12 બોલમાં હાર્દિકે 51 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગ્સમાં 10 સિક્સર અને 8 ફોર ફટકારી હતી.View this post on Instagram
હાર્દિકના આ શાનદાર પરફોર્મન્સની ન માત્ર તેના ફેન્સ ઉત્સાહિત છે પણ તેની મંગેતર નતાશા પણ ખુશ થઈ હતી. તેણે પોતાની સ્ટોરીમાં હાર્દિકની તસવીર શેર કરી અને લખ્યું, 37 બોલ્સમાં સદી હાર્દિક કુંગ ફૂ પંડ્યા, ડેડલી હિટર પરત કામ પર આવી ગયો છે. આના પહેલા પંડ્યાએ ઈજા બાદ કમબેક કરતા પોતાની પ્રથમ મેચમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 25 બોલમાં 38 રન ફટકાર્યા હતા.View this post on InstagramSo good to be back out there on the field where I belong 😊 Your support keeps me going 🙏
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મૉડલ અને એક્ટ્રેસ નતાશા સાથે વર્ષે 2020ની શરૂઆતમાં સગાઈ કરી હતી. હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર શેર કરી હતી. જેમાં નતાશાએ હાર્દિક સાથે સગાઈની વીંટી પહેરેલી નજરે પડી હતી. તસવીર શેર કરીને હાર્દિકે લખ્યું કે, “મે તેરા તૂ મેરી જાને સારા હિંન્દુસ્તાન.” (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) અમદાવાદ: કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો, દર્દીને SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં કરાયા દાખલ ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેકટર સુનીલ જોશીએ ડેબ્યૂ ટેસ્ટમાં નહોતો ફેંક્યો એક પણ બોલ, જાણો વિગતે IPL 2020: BCCI એ લીધો મોટો નિર્ણય, તમામ ફ્રેન્ચાઇઝી થઈ લાલઘૂમ, જાણો વિગતેView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion