Watch: ઈન્દોરમાં હિંદુ સંગઠને કર્યો 'પઠાણ'નો વિરોધ, સવારે 9 વાગ્યાનો શૉ રદ્દ, સ્થળ પર પોલીસ તૈનાત
Pathaan: ઈન્દોરમાં સપના સંગીતા ટોકીઝની સામે હિંદુ સંગઠન દ્વારા ફિલ્મનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. આ પછી સવારે 9 વાગ્યાનો શો કેન્સલ કરવામાં આવ્યો છે.
Pathaan Release: આજે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ઈન્દોર સહિત દેશભરમાં રિલીઝ થઈ છે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ઈન્દોરમાં સપના સંગીતા ટોકીઝની સામે હિંદુ સંગઠન દ્વારા ફિલ્મ સામે જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. આ પછી સવારે 9 વાગ્યાનો શો કેન્સલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત હોવા છતાં પ્રથમ દિવસનો પ્રથમ શો રદ કરવામાં આવ્યો છે.
યુપીમાં પણ ફિલ્મનો વિરોધ
તે જ સમયે યુપીના આગ્રામાં શાહરૂખ ખાનની નવી ફિલ્મ 'પઠાણ'નો વિરોધ કરી રહેલા દક્ષિણપંથી સંગઠન હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓએ મંગળવારે ફિલ્મના પોસ્ટરો પર શાહી ફેંકી અને તેને ફાડી વિરોધ કર્યો હતો. હિન્દુ મહાસભાના નેતા સંજય જાટે કહ્યું કે સંગઠન કોઈપણ કિંમતે 'પઠાણ' ફિલ્મને પ્રદર્શિત થવા દેશે નહીં. જ્યારે બજરંગ દળના રાજ્ય સહ-સંયોજક દિગ્દિવિજય નાથ તિવારીએ કહ્યું કે તેઓ અને તેમના સંગઠનના કાર્યકરો પણ ફિલ્મનો વિરોધ કરે છે. પોલીસે જણાવ્યું હતું કે દક્ષિણ પંથી સંગઠનના કાર્યકર્તાઓ આજે ઘણા સિનેમા હોલમાં પહોંચ્યા હતા અને ફિલ્મના પોસ્ટરો પર શાહી ફેંકી હતી અને તેમને ફાડી નાખી જાહેરમાં વિરોધ દર્શાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિરોધ કરી રહેલા કાર્યકરોને સમજાવીને ત્યાંથી હટાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો
View this post on Instagram
આ પણ વાંચો: ગુજરાતમાં 'Pathaan' નો વિરોધ નહીં કરે બજરંગ દળ-VHP, કહ્યું 'ફિલ્મ જોવી કે ના જોવી તેનો નિર્ણય હવે નાગરિકો પર'
બોલિવૂડના બાદશાહની કમબેક ફિલ્મ કહેવાતી 'પઠાણ' બુધવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પઠાણ'ના ટ્રેલર પહેલા જ્યારે 'બેશરમ રંગ' ગીત રિલીઝ થયું ત્યારે એક સીનને લઈને ઘણો વિવાદ થયો હતો. આ ફિલ્મમાં શાહરૂખની સામે ફીમેલ લીડની ભૂમિકા ભજવી રહેલી દીપિકા એક ગીતના સીનમાં 'ભગવ' રંગની બિકીની પહેરેલી જોવા મળી હતી. આ દ્રશ્યને 'ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું' ગણાવતા તેની ટીકા શરૂ થઈ હતી. ગીતને લઈને ઘણો વિવાદ થયો અને ઘણા નેતાઓ અને સંગઠનોએ 'પઠાણ'નો વિરોધ શરૂ કર્યો. મામલો ત્યાં સુધી પહોંચ્યો કે ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી. પરંતુ હવે શાહરૂખના ફેન્સ માટે એક મોટા સમાચાર છે.
બજરંગ દળ 'પઠાણ'નો વિરોધ નહીં કરે
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, જેઓ અનેક શહેરોમાં 'પઠાણ'ના વિરોધમાં મોખરે છે. તેઓ હવે ગુજરાતમાં ફિલ્મનો વિરોધ કરશે નહીં. વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના પ્રદેશ મંત્રી અશોક રાવલે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. પોતાના નિવેદનમાં તેણે 'પઠાણ'માં ફેરફાર કરવા બદલ સેન્સર બોર્ડની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે હવે ફિલ્મ જોવી કે નહીં તે લોકો પર નિર્ભર છે. આશિક રાવલે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું, 'બજરંગ દળના હિન્દી ફિલ્મ પઠાણના વિરોધ બાદ સેન્સર બોર્ડે ફિલ્મમાંથી અશ્લીલ ગીતો અને અભદ્ર શબ્દો હટાવી દીધા છે. જે સારા સમાચાર છે. ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે આ સફળ સંઘર્ષ કરવા માટે હું તમામ કાર્યકરો અને સમગ્ર હિન્દુ સમાજને અભિનંદન આપું છું.
સંસ્કૃતિનું ધ્યાન રાખવામાં આવે તો કોઈ વાંધો નહીં આવે
તેમણે વધુમાં કહ્યું કે, 'તેની સાથે જ હું સેન્સર બોર્ડ, નિર્માતાઓ અને થિયેટર માલિકોને પણ વિનંતી કરું છું કે ફિલ્મ ઉદ્યોગના એક મહત્વપૂર્ણ સહભાગી તરીકે જો તેઓ સમયસર ધર્મ, સંસ્કૃતિ અને દેશભક્તિને ધ્યાનમાં રાખીને આવી બાબતોનો વિરોધ કરે તો બજરંગ દળ અને હિન્દુ સમાજને કોઈ વાંધો નહીં હોય.
ફિલ્મ જોવી કે ના જોવી તેનો નિર્ણય હવે નાગરિકો પર
'ભારત માતા કી જય... જય શ્રી રામ...' સાથે પોતાનું નિવેદન પૂરું કરતાં પહેલાં અશોક રાવલે કહ્યું, 'અમે ફિલ્મ જોવી કે નહીં તે નક્કી કરવાનું ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો પર છોડીએ છીએ.' 'પઠાણ' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને તેના માટે લોકો અગાઉથી ટિકિટ બુક કરાવી રહ્યા છે. રિલીઝના એક દિવસ પહેલા આવેલ અશોક રાવલનું આ નિવેદન થિયેટરોમાં જતા લોકોને 'પઠાણ' જોવા માટે વધુ પ્રેરિત કરશે. હવે જોવાનું એ રહેશે કે 'પઠાણ'નો બિઝનેસ કેવો હશે.