Sonu Sood, IT Survey: સોનૂ સુદના ઘરે પહોચ્યા ઇન્કમટેક્સના અધિકારીઓ, એક્ટરના છ સ્થળો પર કર્યો 'સર્વે'
બોલિવૂડ એક્ટર સોનૂ સુદના ઘર પર ઇન્કમ ટેક્સ વિભાગે આજે ‘સર્વે’ કર્યો હતો. આવકવેરા વિભાગની ટીમ સોનૂ સુદના નિવાસસ્થાન પર પહોંચી હતી
Sonu Sood, IT Survey: બોલિવૂડ એક્ટર સોનૂ સુદના ઘર પર ઇન્કમ ટેક્સ વિભાગે આજે ‘સર્વે’ કર્યો હતો. આવકવેરા વિભાગની ટીમ સોનૂ સુદના નિવાસસ્થાન પર પહોંચી હતી. સૂત્રોના મતે આઇટી વિભાગે સોનૂ સુદ સાથે જોડાયેલા છ સ્થળો પર સર્વે કર્યો હતો. જોકે, કોઇ પણ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે આયકર અધિનિયમ 1962ની કલમ 133એની જોગવાઇઓ હેઠળ કરવામાં આવનારા સર્વે અભિયાનમાં આવકવેરા વિભાગના અધિકારીઓ ફક્ત વ્યવસાયિક પરિસરો અને તેના સંબંધિત પરિસરોમાં અવલોકન કરે છે. જોકે, અધિકારીઓ દસ્તાવેદ જપ્ત કરી શકે છે.
All her friends did the right thing,
— sonu sood (@SonuSood) September 12, 2021
Medicines have been sent and now she will be given proper care🙏@IlaajIndia@SoodFoundation 🇮🇳 https://t.co/blSltnf15U
સોનૂ સુદ કોરોના કાળની શરૂઆત બાદથી લોકોની મદદ માટે ખૂબ જાણીતા થયા હતા. કડક લોકડાઉન છતાં લોકોને તેમના ઘરે પહોંચાડવાની વાત હોય કે પછી કોઇ બીમારને દવા આપી મદદ પહોંચાડવાની વાત હોય. સોનૂ સુદના આ કાર્યોની ખૂબ પ્રશંસા થતી રહી છે.અનેક સરકારોએ સોનૂ સુદ સાથે કામ કરવા માટે હાથ મિલાવ્યા છે જેમાં પંજાબ અને દિલ્હી સરકાર સામેલ છે. તે સિવાય સોનૂએ ગુડવર્કર જોબ એપ, સ્કોલરશીપ પ્રોગ્રામ પણ ચલાવ્યા છે.
સોનૂ સુદે 12 સપ્ટેમ્બરના રોજ જ એક મહિલાને મદદ કરી હોવાની જાણકારી આપી હતી. જોકે, સોનૂ સુદના ટીકાકારોએ તેની મદદ માટેની ફંડિંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તાજેતરના દિવસોમાં સોનૂ સુદને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના મેન્ટરશીપ પ્રોગ્રામ માટે એમ્બેસેડર બનાવવામાં આવ્યોહતો.
સોનૂ સુદ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેમણે ઇન્કમ ટેક્સ વિભાગના સર્વેને લઇને કોઇ પ્રતિક્રિયા આપી નથી. સૂદે મંગળવારે ટ્વિટ કરી કહ્યું હતું કે, ‘ચલો નયા રાસ્તા બનાયે, કિસી ઔર કે લિયે..’