બોલિવૂડમાં ડેબ્યૂ માટે Saif Ali Khanનો દીકરો Ibrahim Ali Khan તૈયાર, ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મનું શૂટિંગ કરશે શરૂ
Saif Ali Khan Son Debut: સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન પણ અભિનય ક્ષેત્રે ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. ઇબ્રાહિમે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Saif Ali Khan Son Debut: ઘણા સમયથી મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી હતી કે કરણ જોહર કિયોસ ઈરાનીને ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરવા માટે સપોર્ટ કરી રહ્યો છે. કરણ જોહર કિયોસ ઈરાનીના દિગ્દર્શક પદાર્પણના નિર્માતા હશે. આ ફિલ્મ માટે પૃથ્વીરાજ સુકુમારન અને કાજોલને મુખ્ય ભૂમિકામાં પસંદ કરવામાં આવ્યા છે. હવે એવા અહેવાલો છે કે સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન પણ આ ફિલ્મથી અભિનયની શરૂઆત કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મ ઇમોશનલ થ્રિલર હશે, જેના નામની જાહેરાત હજુ થઇ નથી. પૃથ્વીરાજ સાથે કાજોલ મોટા પડદે જોવા મળશે અને ઇબ્રાહિમ પણ મહત્વની ભૂમિકામાં હશે. ફિલ્મને લઈને ચર્ચા છે કે તે કાશ્મીરમાં આતંકવાદ પર આધારિત હોઈ શકે છે.
ઇબ્રાહિમે ફિલ્મની તૈયારી શરૂ કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇબ્રાહિમ અલી ખાન ફેબ્રુઆરીથી જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે. વાત જાણે એમ છે કે ઇબ્રાહિમે આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે અને તે બોડી ટ્રાન્સફોર્મેશનમાં વ્યસ્ત છે. તે તેના પાત્ર માટે તેના શરીરને પણ અનુકૂળ કરી રહ્યો છે. ઇબ્રાહિમ ફેબ્રુઆરીથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ઉપરાંત ઇબ્રાહિમ પોતાની સાથે ફિલ્મનું રીડિંગ વર્કશોપ લઇ જઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે ઇબ્રાહિમે બોલિવૂડમાં પગ મૂક્યો છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે એણે કરણ જોહર સાથે આલિયા ભટ્ટ અને રણવીર સિંઘની આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ રોકી અને રાની કી લવ સ્ટોરીમાં કામ કર્યું હતું.
View this post on Instagram
હવે કરણ જોહર ઇબ્રાહિમનું એક્ટિંગમાં ડેબ્યૂ કરાવશે. દિગ્દર્શક કિયોઝ ઈરાનીએ પણ આ ફિલ્મ માટે કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ તેના માટે દિગ્દર્શક તરીકેની શરૂઆત પણ હશે. અગાઉ કિયોઝ ઇરાનીએ કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધ યરમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે નાનો રોલ કર્યો હતો. આ ઉપરાંત નેટફ્લિક્સની અજીબ દસ્તાનમાં પણ એણે અનકહી નામે એક પાર્ટ ડિરેક્ટ કર્યો હતો.