શોધખોળ કરો

Ideas Of India Summit 2025: બોલીવૂડમાં મહિલાઓની સ્થિતિ પર ભૂમિ પેડનેકરે શું કરી મોટી વાત, જાણો  

એબીપી ન્યૂઝની આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટની ચોથી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. આ ઈવેન્ટમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા ચહેરાઓએ પણ ભાગ લીધો હતો.

Ideas Of India Summit 2025: એબીપી ન્યૂઝની આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટની ચોથી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. આ ઈવેન્ટમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા ચહેરાઓએ પણ ભાગ લીધો હતો. તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનના નાના ભાઈ ઉસ્તાદ તૌફિક કુરેશી અને બિક્રમ ઘોષથી લઈને અમોલ પાલેકર અને તાપસી પન્નુએ પણ અહીં ઘણી રસપ્રદ વાતો કરી.

મેરે હસબન્ડ કી બીવી ફિલ્માં હાલમાં જોવા મળેલી અભિનેત્રી ભૂમિ પેડનેકર પણ આ સમિટમાં જોડાઈ છે. તેણે અહીં તેની કારકિર્દી અને અન્ય બાબતો વિશે ખુલીને વાત કરી હતી. 

ભૂમિ પેડનેકરે સુંદરતા પર શું કહ્યું ?

જ્યારે ભૂમિને વિશ્વની 100 સૌથી સુંદર અભિનેત્રીઓમાં પસંદ કરવામાં આવી હતી, ત્યારે તેણે કહ્યું હતું કે તેની ફિલ્મ દમ લગાકે હઈશાથી લઈને આજ સુધી તેણે ક્યારેય પોતાની જાતને એવી રીતે નથી જોય કે હું સુંદર નથી. તમને જણાવી દઈએ કે ભૂમિ પેડનેકરને યુએનડીપીના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ માટે પ્રથમ મહિલા એડવોકેટ બનાવવામાં આવી છે.

પોતાની ફિલ્મો પર શું બોલી ભૂમિ

ભૂમિએ પોતાની ફિલ્મો પર કહ્યું છે કે તમે તમારી પહેલી ફિલ્મ પસંદ નથી કરતા, પહેલી ફિલ્મ તમને પસંદ કરે છે. અને આ મારા જેવા લોકો માટે તદ્દન સાચું સાબિત થાય છે કારણ કે આપણે બહારના છીએ. પરંતુ મને દમ લગાકે હઈશા  મળી અને તેમાં મેં એક  ઓવરવેટ યુવતીનો રોલ કર્યો જેના માટે મને પ્રેમ મળ્યો. તમને જણાવી દઈએ કે તેણે લેસ્બિયનથી લઈને  અનેક પ્રકારના  પાત્રોમાં કામ કર્યું છે.

ફિલ્મોમાં મહિલાઓની સ્થિતિ પર શું કહ્યું ભૂમિએ 

તેણે આ અંગે સૌનું ધ્યાન ખેંચ્યું. તેમણે પુરુષો અને સ્ત્રીઓને મળતી ક્રેડિટ અને પૈસાને લઈ વાત કરી. તેણે કહ્યું કે મહિલાઓને ઓછું અને પુરુષોને વધુ મળે છે. અને જ્યારે ફિલ્મમાં એક્ટર લીડ હોય છે ત્યારે છોકરી પણ લીડ હોય છે અને આવી સ્થિતિમાં 80 ટકા ક્રેડિટ એક્ટરને જ  આપવામાં આવે છે. 

મહિલાઓને પડતી સમસ્યાઓ વિશે શું કહ્યું ?

ભૂમિએ ફિલ્મોમાં મહિલાઓ સાથે કાસ્ટિંગ કાઉચ અને હિંસા અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે તેણે પોતે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. હું એમ નથી કહેતી કે એવું થતું નથી, પણ મેં મારી જાત સાથે ક્યારેય તેનો અનુભવ કર્યો નથી.

પરંતુ તેમણે એમ પણ કહ્યું કે જો તમારી દીકરી ઘરની બહાર હોય અને ઘરે આવવામાં વિલંબ થાય તો તમે તણાવ અનુભવવા લાગો છો કારણ કે તમે સમાચારોમાં એટલું બધુ જોવો છો કે  મહિલાઓ સામે હિંસા થઈ રહી છે. તેણે મહિલાઓ સામેની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ક્લાઈમેટ ચેન્જ પર શું બોલી ભૂમિ 

ભૂમિએ પણ ક્લાઈમેટ ચેન્જને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો અને એમ પણ કહ્યું કે આ ખૂબ જ ચિંતાનો વિષય છે કે આપણે તેના વિશે વિચારતા પણ નથી. તેણે બગડતી હવા, પાણી અને ખોરાક અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

હું પીએમ મોદીનું ખૂબ સન્માન કરું છું - ભૂમિ

અહીં ભૂમિ પેડનેકરે પીએમ મોદીના વખાણ કર્યા અને કહ્યું કે હું તેમનું ખૂબ સન્માન કરું છું. તેણે એમ પણ કહ્યું કે તે પીએમ મોદી સાથે પરીક્ષા પરની ચર્ચામાં સામેલ થઈ અને તેમના દ્વારા લેવામાં આવેલા પગલાથી ખૂબ પ્રભાવિત છે. 

Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Embed widget