Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત
એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટની ચોથી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના દિગ્ગજો આવ્યા હતા.

Ideas Of India Summit 2025: એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટની ચોથી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના દિગ્ગજો આવ્યા હતા. આ ઉપરાંત મનોરંજન ઉદ્યોગના ઘણા મોટા ચહેરાઓએ પણ ભાગ લીધો હતો.
પિંક અને થપ્પડ જેવી આકર્ષક ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો ભજવનાર તાપસી પન્નુ પણ અહીં ભાગ લેવા પહોંચી હતી. તેણે ટેલિંગ પાવરફુલ સ્ટોરીઝ સેશન અંતર્ગત અહીં તેમનો દૃષ્ટિકોણ પણ રજૂ કર્યો હતો. તો ચાલો જાણીએ પાવરફુલ અભિનેત્રીએ પોતાના શું વિચારો શેર કર્યા હતા.
તાપસીએ તેના 15 વર્ષના કરિયર પર શું કહ્યું ?
તાપસીએ કહ્યું કે તેના 15 વર્ષના લાંબા ફિલ્મી કરિયરમાં હજુ ઘણું કરવાનું બાકી છે. બધું મારા હાથમાં નથી, પરંતુ હું મારી ભાવિ કારકિર્દીમાં પાછળ જોવાનો પ્રયત્ન કરીશ અને સારું અનુભવીશ કે મેં કેટલીક બદલાવ લાવનારી ફિલ્મો કરી છે.
તેણે કહ્યું કે હું મારી ફિલ્મગ્રાફી સારી રાખવા માંગુ છું. જે પરિવર્તનની વાર્તા કહે છે. તેણીએ કહ્યું કે હું જે માર્ગને અનુસરી રહી છું તે જો આપણે જોઈએ તો, મેં ક્યારેય વલણને અનુસર્યું નથી અને હું ભવિષ્યમાં પણ આવું જ કરવા માંગુ છું.
તાપસીએ તેની ફિલ્મો વિશે શું કહ્યું ?
તેણે તેની પિંકથી લઈને થપ્પડ સુધીની ફિલ્મો અને ઓટીટી ફિલ્મો હસીન દિલરૂબા વિશે વાત કરી હતી. તેણે એમ પણ જણાવ્યું કે ઓટીટી અને થિયેટર બંનેમાં ઘણા અનુભવો છે. તેથી જ જ્યારે હું કોઈ ફિલ્મ કરું છું, ત્યારે હું ધ્યાનમાં રાખું છું કે કઈ ફિલ્મો OTTમાં જોવા યોગ્ય છે અને કઈ ફિલ્મો એક સાથે થિયેટરોમાં જોવા યોગ્ય છે. હું એ પ્રમાણે ફિલ્મો પસંદ કરું છું. આ શોધવા માટે મેં હસીન દિલરૂબા જેવી ફિલ્મો કરી.
તાપસી પન્નુએ એમ પણ કહ્યું કે હું લોકોનો સમય બગાડવાનું પસંદ નહીં કરીશ, જો કોઈ મારી ફિલ્મ જોવા આવે છે તો તેને સારો અનુભવ મળવો જોઈએ. આ કારણે હું સારી ફિલ્મો કરવા માંગુ છું.
તેણીએ એમ પણ કહ્યું કે તે નથી ઈચ્છતી કે હું કોઈ હીરોના નામ પર નિર્ભર રહું અને કોઈપણ ફિલ્મમાં કોઈ પણ હીરોના નામથી આળખાઉ. તેણે મહિલા સશક્તિકરણ વિશે પણ વાત કરી અને કહ્યું કે તે ઈચ્છે છે કે લોકો એવું ન વિચારે કે મહિલાઓ પર બનેલી ફિલ્મો નબળી છે.
બોલિવૂડ સોફ્ટ ટાર્ગેટ છે- તાપસી પન્નુ
તાપસી પન્નુએ કહ્યું કે અમે કેમેરાની સામે છીએ એટલે વધુ દેખાઈએ છીએ, તેથી અમે સોફ્ટ ટાર્ગેટ બનીએ છીએ. એવું નથી કે જેઓ કેમેરા પાછળ છે તે દરેક જગ્યાએ સાચા છે અને આપણે ખોટા છીએ. લોકો અમને વસ્તુઓ માટે જવાબદાર માને છે. જો અમે ફેક બનીને રહીએ છીએ, તો તે એટલા માટે છે કારણ કે લોકોને તે ગમે છે. જો તમે તેમ નહીં કરો તો તમે અમને આ બાબતે પણ નિશાન બનાવશો. એટલા માટે તમે વિચારો છો કે આપણે પણ માણસ છીએ. અમે તમારા જેવા છીએ અને બોલિવૂડ અને કલાકારો એકલા બધા માટે જવાબદાર હોઈ શકે નહીં.
તાપસીએ કહ્યું કે કેટલીકવાર વિવિધ મુદ્દાઓ પર બોલવું બેકફાયર થાય છે, તો ક્યારેક ન બોલવું પણ બેકફાયર થાય છે. જો આપણે રાજકીય રીતે કંઈક કહીએ તો અમને નિશાન બનાવવામાં આવે છે. અને જો ન બોલીએ તો કહેવામાં આવે છે કે તેણે કશું બોલ્યું નહીં. તેથી હું તમને કહી દઉં કે બંનેમાંથી એક પણ બાજુ અમારી નથી.
તાપસીએ લગ્ન પર શું કહ્યું ?
તાપસીને પૂછવામાં આવ્યું કે તેણે શા માટે ચૂપચાપ લગ્ન કરી લીધા. તેણે કહ્યું કે આ મારી પર્સનલ ઈવેન્ટ હતી તો હું બધાને જણાવવા પણ માંગતી ન હતી. અને મારા પતિ વિશે અને લગ્ન વિશે બધાને કેમ જણાવું?
તાપસીએ જણાવ્યું કે તેના પતિની સાથે તેની મુલાકાત ત્યારે થઈ જ્યારે તેઓ બેડમિન્ટન રમી રહ્યા હતા. અમે એકબીજાને 10 વર્ષથી વધુ સમયથી ઓળખીએ છીએ. તેણે કહ્યું કે અમે બંને ટ્રાવેલ કરનારા કામમાં છીએ હું અભિનેત્રી છું અને તે એક ખેલાડી છે.
પરંતુ તેણે એમ પણ કહ્યું કે મને મારા પતિની ઈર્ષ્યા થાય છે કારણ કે તેની રમત વિશેનો ડેટા હોય છે અને અમારો ડેટા ખૂબ જ સબ્જેક્ટિવ હોય છે કે આ સારી અભિનેત્રી છે કે ખરાબ.
પરંતુ અમે બંને ઘણી બાબતોમાં સમાન છીએ કે અમે બંને ખૂબ જ પ્રેમથી જીવીએ છીએ અને બંનેને રમત પસંદ છે.
તાપસી પન્નુએ સંબંધો પર મોટી વાત કરી
તાપસીએ કહ્યું કે તેમનો સંબંધ 10 વર્ષથી ચાલી રહ્યો છે કારણ કે તેને 'માણસ' મળ્યો ન કે 'યુવક'. તે ખૂબ જ મેચ્યોર છે. તેથી હું તેના તરફ આકર્ષાઈ અને અમે લગ્ન કરી લીધા. જો કે, મે 10 વર્ષનો સમય લગાવ્યો જેથી ટેસ્ટ કરી શકી તે આ યુવક યોગ્ય છે અને મારે તેની સાથે લગ્ન કરવા જોઈએ
તાપસીએ કંગના વિશે શું કહ્યું?
કંગનાએ તાપસીને તેની સસ્તી કોપી બતાવી હતી, આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે આ લોકોના શબ્દો તેમનો ઉછેર દર્શાવે છે. અને જ્યાં સુધી સસ્તી કોપીની વાત, તો હા હું ખૂબ જ ઓછા પૈસામાં કામ કરુ છું. અને તેમના જેવી શાનદાર એક્ટ્રેસ સાથે મારી સરખામણી થઈ રહી છે તો આ સારી વાત છે. કારણ કે કંગના પોતે ઘણી સારી અભિનેત્રી છે અને તેણે પોતાનો રસ્તો પોતે જ પસંદ કર્યો છે. હું તેનુ સન્માન કરુ છું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
