IPL 2023 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે IPL 2023ની ઓપનિંગ સેરેમની, અરિજીત સિંહ કરશે જમાવટ
IPL 2023 Opening Ceremony: ચાર વર્ષ બાદ હવે IPL 2023 સિઝનની ઓપનિંગ સેરેમનીનું આયોજન થવા જઈ રહ્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લા ચાર વર્ષથી ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું નહોતુ.
IPL 2023 Opening Ceremony: ચાર વર્ષ બાદ હવે IPL 2023 સિઝનની ઓપનિંગ સેરેમનીનું આયોજન થવા જઈ રહ્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લા ચાર વર્ષથી ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું નહોતુ. જેના કારણે આ વખતે 16મી સિઝનનું ભવ્ય ઓપનિંગ બની રહેશે. આ કાર્યક્રમમાં અનેક કલાકારો પોતાની હાજરી નોંધાવશે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અવાજના જાદુગર અરિજીત સિંહ આ સમારોહમાં પરફોર્મ કરશે અને આકર્ષણ વધારવાનું કામ કરશે. આ વખતે સાઉથની અભિનેત્રીઓ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્ના પણ પરફોર્મ કરીને આઈપીએલની ઓપનિંગ સેરેમનીને યાદગાર બનાવી દેશે.
Get ready to rock & roll! 🎶
To celebrate the biggest cricket festival, @arijitsingh will be performing LIVE during the #TATAIPL Opening Ceremony at the biggest cricket stadium in the world - Narendra Modi Stadium! 🏟️
🗓️ 31st March, 2023 - 6 PM on @StarSportsIndia & @JioCinema pic.twitter.com/K5nOHA2NJh— IndianPremierLeague (@IPL) March 29, 2023
ઈન્ડિયન પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમની શાનદાર બનવા જઈ રહી છે. આ સેરેમનીમાં અરિજીત સિંહ અને તમન્ના ભાટિયા પરફોર્મ કરતા જોવા મળશે. સિઝનની પ્રથમ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ઉદઘાટન સમારોહ 31 માર્ચે સાંજે 6 વાગ્યે શરૂ થશે. પ્રથમ મેચ 7:30 વાગ્યે શરૂ થવાની છે. આ સમારોહને Star Sports અને JioCinema પર લાઈવ જોઈ શકાશે.
2019 પછી પહેલીવાર હોમ અને અવે ફોર્મેટ પરત આવી રહ્યું છે
આઈપીએલનું હોમ એન્ડ અવે ફોર્મેટ 2019 પછી પ્રથમ વખત પરત ફરી રહ્યું છે. આ વખતે કુલ 12 ગ્રાઉન્ડમાં 10 ટીમો વચ્ચે મેચો રમાવાની છે. લખનૌ સુપર જાયન્ટ્સનું હોમ ગ્રાઉન્ડ લખનૌનું એકાના સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. 2017 પછી પહેલીવાર IPLની મેચો ઉત્તર પ્રદેશમાં રમાશે. 2016 અને 2017માં ગુજરાત લાયન્સે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં 2-2 મેચ રમી હતી.
નટુ-નટુ ગીત પર પ્રદર્શન
જો કે, અરિજિત સિંહે આ માટે પોતાની સંમતિ આપી છે કે નહીં, તે હજુ સુધી કન્ફર્મ કરવામાં આવ્યું નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણ તેમની સુપરહિટ ફિલ્મ આરઆરઆરના ઓસ્કાર વિજેતા ગીત નટુ-નાટુ પર ડાન્સ કરતા જોવા મળી શકે છે. જુનિયર એનટીઆર અને રામ ચરણનો પણ બીસીસીઆઈ દ્વારા ઈવેન્ટ માટે સંપર્ક કરવામાં આવ્યો છે.
હજી સુધી અરિજિત સિંહ કે જુનિયર એનટીઆર અને રામ ચરણ બંનેમાંથી આઈપીએલ 2023માં પ્રદર્શન કરવાની પુષ્ટિ થઈ નથી. પરંતુ જો આવું થાય છે તો તે આગળની રોમાંચક મેચો માટે ચાહકો માટે BCCI તરફથી કોઈ ભેટથી ઓછું નહીં હોય. જોકે, આ વખતે સાઉથની અભિનેત્રીઓ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્ના પણ IPL 2023 ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે.
4 વર્ષ બાદ IPL ઓપનિંગ સેરેમનીનું આયોજન
જાહેર છે કે, 2019માં પુલવામામાં CRPF જવાનોથી ભરેલી બસ પર આતંકવાદી હુમલાના કારણે IPL ઓપનિંગ સેરેમનીનું આયોજન થઈ શક્યું ન હતું. ત્યાર બાદ 2020 માં સમગ્ર વિશ્વમાં કોવિડ -19 ના દસ્તકને કારણે, IPL ત્રણ વર્ષ સુધી યુએઈમાં દેશની બહાર રમાઈ, જેના કારણે ત્યાં પણ સમારંભો થયા ન હતા. જે બાદ હવે ચાહકોની લાંબી રાહ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.