'જય ભીમ'ના હીરો સૂર્યાએ જેના પરથી ફિલ્મ બની છે એ પાર્વતી અમ્મલને કેટલા લાખ રૂપિયાની FD કરાવી આપી ?
સુર્યા અને જ્યોતિકાના હોમ પ્રોડક્શન બેનરે સોમવારે 14 નવેમ્બરે જાહેરાત કરી હતી કે સુર્યા પાર્વતી અમ્મલના નામે 10 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરશે.
અભિનેતા સુર્યાએ જય ભીમ ફિલ્મના મૂળ પાત્ર રાજકન્નુની પત્ની પાર્વતી અમ્મલને 15 લાખ રૂપિયાનો ચેક ભેટમાં આપ્યો હતો. સૂર્યા અભિનીત ફિલ્મ 'જય ભીમ' દિવાળીની રજાઓ પહેલા 2 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. આદિવાસી લોકોની સમસ્યાઓને ફિલ્મમાં વિગતવાર દર્શાવવામાં આવી છે.
તાજેતરમાં જ કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા અભિનેતા સૂર્યાને એક વાસ્તવિક ઘટનાનો ભોગ બનેલી પાર્વતી અમ્મલને મદદ કરવા વિનંતી કરવામાં આવી હતી. સૂર્યાએ આ વાત સ્વીકારી અને જાહેરાત કરી કે તેને 10 લાખ રૂપિયાની બેંક ડિપોઝિટ આપવામાં આવશે. અભિનેતા સુર્યા 16 નવેમ્બરે રાજકન્નુની પત્ની પાર્વતી અમ્મલને મળ્યા હતા અને તેને 15 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. સૂર્યા તરફથી 10 લાખ અને 2D પ્રોડક્શન તરફથી 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
બીજી તરફ વનિયર સંગમએ અભિનેતા સુર્યાને કાનૂની નોટિસ ફટકારી છે. ફિલ્મમાં સમુદાય વિરુદ્ધ અત્યંત અપમાનજનક દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ અભિનેતા સૂર્યાને સમર્થન મળી રહ્યું છે.
તમિલ સુપરસ્ટાર સુર્યાની 'જય ભીમ' એમેઝોન પ્રાઇમના ઓટીટી પ્લેટફોર્મ પર 2 નવેમ્બરે રિલીઝ થઈ હતી. સુર્યા અને જ્યોતિકાના હોમ પ્રોડક્શન બેનરે સોમવારે 14 નવેમ્બરે જાહેરાત કરી હતી કે સુર્યા પાર્વતી અમ્મલના નામે 10 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરશે. કારણ કે જય ભીમ ફિલ્મની વાર્તા તેમના જીવનચરિત્ર પરથી પ્રેરિત છે. પાર્વતી અમ્મલના પતિ રાજકન્નુનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. તે પછી પાર્વતીએ ન્યાયની માંગ કરી હતી.
સૂર્યાએ 10 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ કરી છે. આમાંથી મળતું વ્યાજ દર મહિને પાર્વતીને ચૂકવવામાં આવશે. તેમના મૃત્યુ પછી, ફિક્સ ડિપોઝિટની રકમ તેમના બાળકોને આપવામાં આવશે. આ એક મીડિયા વેબસાઈટમાં અહેવાલમાં જણાવાયું છે.
આ ફિલ્મનું નિર્દેશન ટીજે જ્ઞાનવેલે કર્યું છે. આ ફિલ્મમાં પ્રકાશ રાજ, રાજીશા વિજયન, મણિકંજન રાવ રમેશ અને લિજો મોલ જોસ મુખ્ય ભૂમિકામાં છે. સત્ય ઘટનાઓ પર આધારિત, વાર્તાથી લઈને અભિનય અને દિગ્દર્શન સુધીની દરેક વસ્તુની પ્રશંસા કરવામાં આવે છે. ચોક્કસ આદિવાસી જૂથ પર આધારિત આ ફિલ્મને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ સુધી અનેક લોકો પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. આ સિવાય ફિલ્મને IMDb પર ભારતીય શ્રેણીમાં સૌથી વધુ રેટિંગ પણ મળ્યું છે.