Gujarat BJP: ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, ઉત્તરાયણની આસપાસ થઈ શકે જાહેરાત
શહેર-જિલ્લા ભાજપના નવા પ્રમુખોની યાદી તૈયાર. ઉત્તરાયણની આસપાસ જાહેર થઈ શકે પ્રમુખોની યાદી અનેક જિલ્લામાં નવા ચહેરાઓને પ્રમુખ પદ મળવાની શક્યતા.
ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, 15 જાન્યુ.પહેલાં થઈ શકે જાહેરાત, ત્રણ મહામંત્રી અને ભાજપ ચૂંટણી અધિકારીઓ દિલ્હીથી યાદી લઈ પરત ફર્યા. તાજેતરમાં જ ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયા કરવામાં આવી છે. વોર્ડ પ્રમુખો જાહેર થયા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખોનાં નામો જાહેર કરવામાં આવશે. જેને લઈને ભાજપના ચૂંટણી અધિકારીઓ અને ત્રણ મહામંત્રી દિલ્હી જઈને પરત પણ આવી ગયા છે. રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, ગુજરાત ભાજપના જિલ્લા-શહેર પ્રમુખની યાદી તૈયાર થઈ ગઈ છે. હવે 15 જાન્યુઆરી પહેલાં તમામ શહેર-જિલ્લા પ્રમુખની જાહેરાત થઈ જશે. શહેર-જિલ્લા પ્રમુખોની યાદી જાહેર થયા બાદ નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે.
33 જિલ્લા પ્રમુખ અને 8 મહાનગરના પ્રમુખ માટે 1250થી વધુ લોકોએ દાવેદારી કરી છે. બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ બનવા માટે સૌથી વધુ 85 લોકોએ દાવેદારી કરી છે. તો સુરત શહેરના ભાજપ પ્રમુખ બનવા માટે 70 લોકોએ દાવેદારી કરી છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે 25 દાવેદારોએ દાવેદારી કરી છે. તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનવા માટે 55. ગાંધીનગર શહેર ભાજપ પ્રમુક બનવા માટે 35... રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે 33 દાવેદારોએ દાવેદારી કરી છે.