Jawan : ક્યારે રિલિઝ થશે શાહરૂખની આગામી ફિલ્મ? પત્ની ગૌરીએ કર્યો ખુલાસો
હાલમાં જ ફિલ્મ જવાનની રિલીઝ ડેટ 2 જૂનથી 25 ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવી હતી. હવે આખરે તેની ફાઈનલ રિલીઝ ડેટ સામે આવી ગઈ છે.

jawan new Release date: તાજેતરમાં જ શાહરૂખની આવેલી ફિલ્મ પઠાણે સિનેમાઘરોમાં ટંકશાળ પાડી હતી. આ ફિલ્મે કમાણીના અનેક રેકોર્ડ તોડી પાડ્યા હતાં. હવે કિંગ ખાનની વધુ એક ફિલ્મ રિલિઝ થવા જઈ રહી છે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.
હાલમાં જ ફિલ્મ જવાનની રિલીઝ ડેટ 2 જૂનથી 25 ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવી હતી. હવે આખરે તેની ફાઈનલ રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. શાહરૂખ ખાન અને નિર્માતા ગૌરી ખાને ફિલ્મ 'જવાન'નું મોશન પોસ્ટર શેર કર્યું અને ફિલ્મની રિલીઝ ડેટ પણ શેર કરી છે.
શાહરૂખ ખાને ફિલ્મ 'જવાન'નું મોશન પોસ્ટર શેર કર્યું છે. મોશન પોસ્ટરમાં એક બહાદુર સૈનિક જોવા મળે છે. ફિલ્મના નિર્માતા ગૌરી ખાને પણ આ જ પોસ્ટર શેર કર્યું છે અને કેપ્શનમાં જણાવ્યું છે કે, આ ફિલ્મ 7 સપ્ટેમ્બર, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે.
જવાનની સ્ટારકાસ્ટ
'જવાન'ની ખાસ વાત તેની સ્ટારકાસ્ટ છે. સાઉથ ડિરેક્ટર એટલી 'જવાન'માં શાહરૂખ ખાનની સામે નયનતારાને લાવી રહ્યા છે. આ પહેલીવાર હશે જ્યારે નયનતારા અને શાહરૂખ પડદા પર સાથે જોવા મળશે. તેની સાથે વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા પણ આ ફિલ્મનો ભાગ હશે. આ સાથે અલ્લુ અર્જુન ફિલ્મમાં એક મોટું સરપ્રાઈઝ છે. હા, અલ્લુ પણ શાહરૂખ ખાનની ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે.
View this post on Instagram
શાહરૂખ ખાને 'પઠાણ'થી મચાવી હતી ધૂમ
શાહરૂખ ખાનની પાછલી ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી, જે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની બમ્પર કમાણી કરવામાં સફળ રહી હતી. યશ રાજ ફિલ્મ્સની પઠાણમાં શાહરૂખ ખાનની સામે દીપિકા પાદુકોણ હતી. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ મજબૂત પાત્રમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું હતું.
વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં શાહરૂખ ખાન અને નિર્દેશક એસએસ રાજામૌલીને મળ્યું સ્થાન
ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વના 100 સૌથી પ્રતિભાશાળી લોકોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં વિશ્વના ઉદ્યોગપતિઓથી લઈને ગાયકો, રાષ્ટ્રપતિઓ, કલાકારો અને લેખકોને સામેલ કરવામાં આવ્યા છે. ટાઇમ મેગેઝિનની આ યાદીમાં અભિનેતા શાહરૂખ ખાન અને નિર્દેશક એસએસ રાજામૌલી તેમજ ભારતીય-અમેરિકન લેખક સલમાન રશ્દીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રતિભાશાળી લોકોની પસંદગી ઘણા પરિમાણો પર કરવામાં આવે છે. મેગેઝિન અનુસાર, આ યાદી આબોહવા અને જાહેર આરોગ્યથી લઈને લોકશાહી અને સમાનતા સુધીના પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે. ટાઈમ મેગેઝિને કેટલાક વધુ માપદંડો સમજાવતા જણાવ્યું છે કે આ યાદીમાં જે લોકો સામેલ છે તેમાં પ્રખ્યાતથી લઈને શાબ્દિક રીતે અનામી સુધીના લોકોનો સમાવેશ થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
