Jawan OTT Release: ઓટીટી પર streaming માટે તૈયાર છે Jawan, ડિલીટ સીન્સ સાથે રિલીઝ થશે શાહરુખની ફિલ્મ
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ બહુ જલ્દી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
Jawan OTT Release: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ બહુ જલ્દી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. દર્શકો 'જવાન'ની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી ખાસ વાત એ છે કે 'જવાન' તેના ડિલીટ કરેલા વર્ઝન સાથે OTT પર રિલીઝ થશે.
'જવાન'ના સમયગાળાને ધ્યાનમાં રાખીને ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો દૂર કરવામાં આવ્યા હતા અને તે પછી જ તેને થિયેટરોમાં રજૂ કરવામાં આવી હતી. જે બાદ હવે મેકર્સ એ ડિલીટ કરેલા સીન સાથે ફિલ્મને OTT પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ છે કે 'જવાન'ના ડાયરેક્ટર એટલી કુમાર ફિલ્મના નવા કટ પર કામ કરી રહ્યા છે.
OTT વર્ઝન 3 કલાક 15 મિનિટનું હશે
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું વર્ઝન જે સિનેમાઘરોમાં રિલીઝ થયું છે તે 2 કલાક અને 45 મિનિટનું છે. ફિલ્મના OTT વર્ઝનનો રન ટાઈમ લગભગ 3 કલાક 15 મિનિટનો રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં હવે દર્શકો ઓટીટી પર ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. જોકે, મેકર્સે હજુ સુધી એ ખુલાસો કર્યો નથી કે 'જવાન' ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
View this post on Instagram
શાહરુખ ખાનની ફિલ્મ જવાને વિશ્વભરમાં શાનદાર કલેક્શન કર્યું
તમને જણાવી દઈએ કે બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ હતી અને હવે માત્ર 13 દિવસમાં જ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. દુનિયાભરની વાત કરીએ તો 'જવાન' હવે રૂ. 900 કરોડના ક્લબમાં સામેલ થવાની ખૂબ નજીક છે. ફિલ્મે અત્યાર સુધીમાં 883.68 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શાહરુખ ખાનના ફેન્સ તેમની આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. શાહરુખ ખાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.