Jawan Poster: રિલીઝ થયું જવાનનું નવું પોસ્ટર, શાહરૂખના લુકે વધારી ફેંસની ઉત્સુક્તા
આ પોસ્ટરમાં કિંગ ખાન બાલ્ડ અવતારમાં જોવા મળી રહ્યો છે. શાહરૂખે આ પોસ્ટર તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા તેના ચાહકો સાથે શેર કર્યું છે.
Jawan Poster: લોકો લાંબા સમયથી શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં તેનું ગીત ઝિંદા બંદા રિલીઝ થયું હતું, જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. હવે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર 30 દિવસ બાકી છે. આ દરમિયાન ફિલ્મનું શાહરૂખનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.
શાહરૂખે શેર કર્યુ પોસ્ટર
આ પોસ્ટરમાં કિંગ ખાન બાલ્ડ અવતારમાં જોવા મળી રહ્યો છે. શાહરૂખે આ પોસ્ટર તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા તેના ચાહકો સાથે શેર કર્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું, "હું સારો છું કે ખરાબ... 30 દિવસમાં ખબર પડશે... તૈયાર?"
ફિલ્મને લઈ થઈ રહી છે અનેક ચર્ચા
આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. એવી ચર્ચા છે કે અભિનેતા ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ આ ફિલ્મમાં પિતા અને પુત્ર બંનેની ભૂમિકા ભજવતો જોવા મળશે. જ્યારે દીપિકા પાદુકોણ તેની માતાની ભૂમિકા ભજવશે. આ ફિલ્મની વાર્તાને લઈને ચાહકો દ્વારા ઘણી થિયરી આપવામાં આવી રહી છે, પરંતુ તમામ સવાલોના જવાબ મેળવવા માટે એક મહિના સુધી રાહ જોવી પડશે.
Main achha hoon ya bura hoon… 30 days to find out. Ready AH?#1MonthToJawan#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/O47jh05lnj
— Shah Rukh Khan (@iamsrk) August 7, 2023
આ ભાષાઓમાં રિલીઝ થશે ફિલ્મ
આ ફિલ્મનું નિર્દેશન અટલી દ્વારા કરવામાં આવ્યું છે. આ પહેલા તેણે ઘણી તમિલ બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે. સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો, ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય, લહેર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર અને મુકેશ છાબરા પણ મુખ્ય ભૂમિકામાં છે. 'જવાન' હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં 7 સપ્ટેમ્બર, 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જવાન બાદ શાહરૂખ ખાનની ડાંકી પણ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. આ પહેલીવાર છે જ્યારે બંને દિગ્ગજો કોઈ પ્રોજેક્ટ પર સાથે કામ કર્યું હોય. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવી શકે છે.