Jawan: શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જવાન'ની રિલીઝ ડેટ ટળી, હવે આ મહિને થિયેટરમાં દેશે દસ્તક!
શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રીલીઝ ડેટ મુલતવી રાખવામાં આવી હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ જૂનમાં રિલીઝ નહીં થાય, ઓક્ટોબરમાં સિનેમાઘરોમાં આવવાની આશા છે.
Jawan Release Date Postponed: શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રીલીઝ ડેટ મુલતવી રાખવામાં આવી હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ જૂનમાં રિલીઝ નહીં થાય, ઓક્ટોબરમાં સિનેમાઘરોમાં આવવાની આશા છે.
બોલિવૂડના કિંગે ચાર વર્ષના લાંબા વિરામ બાદ 'પઠાણ' સાથે કમબેક કર્યું અને આ ફિલ્મ માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ મેગા બ્લોક બસ્ટર સાબિત થઈ. જો કે ચાહકો હવે કિંગ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ જૂનમાં રિલીઝ થવાની હોવાના અહેવાલ હતા. જોકે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની રિલીઝમાં વિલંબ થઈ શકે છે.
શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ 'જવાન' ક્યારે રિલીઝ થશે?
#SRK - Dir #Atlee 's #Jawan release is being pushed from June to October..
— Ramesh Bala (@rameshlaus) March 15, 2023
તમને જણાવી દઈએ કે આ વર્ષે શાહરૂખ ખાનની બીજી મોટી અપકમિંગ ફિલ્મ 'જવાન' એટલીના નિર્દેશનમાં બની છે. એવા અહેવાલો છે કે મેકર્સ હવે ફિલ્મની રિલીઝમાં વિલંબ કરવાનું વિચારી રહ્યા છે. જો કે, શાહરૂખ ખાન અને એટલીએ હજુ સુધી આ અટકળો અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. વેપાર વિશ્લેષક રમેશ બાલાએ પુષ્ટિ કરી કે 'જવાન'ને મોકૂફ રાખવામાં આવી રહી છે. રમેશ બાલાએ એમ પણ કહ્યું કે ટીમની નજર હવે ઓક્ટોબરની રિલીઝ ડેટ પર છે. તેણે ટ્વીટ કર્યું, #SRK - દિગ્દર્શક #Atlee ની #Jawanની રિલીઝ ડેટ જૂનથી ઑક્ટોબર સુધી આગળ ધપાવવામાં આવી રહી છે..
'જવાન'માં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળશે
જણાવી દઈએ કે એક્શન થ્રિલર ફિલ્મ 'જવાન'નું શૂટિંગ ગયા વર્ષે શરૂ થયું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં છે. તેઓ પૂણે, મુંબઈ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં કેટલાક ભાગોનું શૂટિંગ કરી ચૂક્યા છે. અગાઉ પૈન ઈન્ડિયા ફિલ્મ વિશે બોલતા શાહરૂખે શેર કર્યું હતું, “જવાન એક યૂનિવર્સલ સ્ટોરી છે જે ભાષા અને ભૂગોળની સીમાઓને પાર કરે છે અને તેનો હેતુ બધા દ્વારા આનંદ લેવાનો છે. આ અનોખી ફિલ્મ બનાવવાનો શ્રેય એટલીને જાય છે. જે મારા માટે પણ એક ઉત્તમ અનુભવ રહ્યો કારણ કે મને એક્શન ફિલ્મો ગમે છે! ટીઝર માત્ર આઇસબર્ગની ટોચ છે અને જે આવનાર છે તેની ઝલક દેખાડે છે."
શાહરૂખ ખાનની 'ડંકી' ડિસેમ્બરમાં રિલીઝ થશે
ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત વિજય સેતુપતિ, નયનતારા, સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર પણ મહત્વના રોલમાં છે. એવી પણ અફવા છે કે થાલપથી વિજય ફિલ્મમાં કેમિયો કરી રહ્યો છે. 'જવાન' સિવાય શાહરૂખ ખાન ડિસેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મ 'ડંકી'માં પણ જોવા મળશે. આ ફિલ્મ રાજુ હિરાની દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને તાપસી પન્નુ પણ લીડ એક્ટ્રેસના રોલમાં છે.