(Source: ECI/ABP News/ABP Majha)
Jaya Bachchanએ દોહિત્રી નવ્યા નવેલીને લઇને આપ્યું મોટું નિવેદન, કહ્યુ- લગ્ન વિના પણ મા બની જાય તો...
પીઢ અભિનેત્રીએ પોતાની દોહિત્રી નવ્યા નવેલી નંદા અંગે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે
મુંબઇઃ પીઢ અભિનેત્રીએ પોતાની દોહિત્રી નવ્યા નવેલી નંદા અંગે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે જો નવ્યા લગ્ન વિના સંતાનને જન્મ આપશે તો તેમને કોઇ સમસ્યા નથી. જયા બચ્ચને કહ્યું હતું કે સંબંધ લાંબા સમય સુધી ટકી રહે તે માટે 'શારીરિક આકર્ષણ' ખૂબ જ જરૂરી છે.
"I have no problem if you have a child without marriage," Jaya Bachchan tells granddaughter Navya Nanda
— ANI Digital (@ani_digital) October 29, 2022
Read @ANI Story | https://t.co/6xhp8siQk0#JayaBachchan #NavyaNanda #Bollywood #AmitabhBachchan #ShwetaBachchan pic.twitter.com/vrCjP7geFQ
પોડકાસ્ટ 'વોટ ધ હેલ નવ્યા' પર તેમની દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે વાત કરતી વખતે જયાએ એમ પણ કહ્યું હતું કે અમે અમારા સમયમાં પ્રયોગ કરી શક્યા નથી. ફિઝિકલ આસ્પેક્ટને ખૂબ જ મહત્વપૂર્ણ' ગણાવતા જયાએ કહ્યું હતું કે એક રિલેશનશીપ પ્રેમ, ફ્રેશ એર અને એડજેસ્ટમેન્ટ પર ટકી શકતા નથી. તેઓએ એમ પણ કહ્યું હતું કે નવ્યા નવેલી નંદા લગ્ન વિના સંતાન પેદા કરે તો તેમને કોઇ સમસ્યા નથી.
જયાએ કહ્યું હતું કે લોકો મારી આ વાત સામે વાંધો ઉઠાવશે પરંતુ શારીરિક આકર્ષણ અને સુસંગતતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, આપણા સમયમાં આપણે પ્રયોગો કરી શકતા ન હતા પરંતુ આજની પેઢી કરે છે અને કેમ નહીં? કારણ કે તે પણ લાંબા સમય સુધી ચાલતા સંબંધો માટે જરૂરી છે.
જયાએ વધુમાં કહ્યું હતું કે જો શારીરિક સંબંધ ન હોય તો સંબંધ બહુ લાંબો સમય ટકતો નથી.અમે ક્યારેય કરી શક્યા નહીં, અમે તેના વિશે વિચારી પણ ન શકીએ, પરંતુ મારા પછીની યુવા પેઢી, શ્વેતાની પેઢી, નવ્યાની એક અલગ બોલગેમ છે, પરંતુ તેઓ તે અનુભવમાંથી એક ચમકદાર લાગણી સાથે પસાર થાય છે.
જયાએ યુવા પેઢીને સલાહ આપતાં કહ્યુ હતું કે હું તેને ખૂબ જ તબીબી રીતે જોઉં છું. કારણ કે આજે એ લાગણીનો અભાવ છે, રોમાંસ. મને લાગે છે કે તમારે તમારા શ્રેષ્ઠ મિત્ર સાથે લગ્ન કરવા જોઈએ. તમારી પાસે સારો મિત્ર હોવો જોઈએ, તમારે તેની સાથે ચર્ચા કરવી જોઇએ. હું તમારી સાથે બાળક પેદા રાખવા માંગુ છું કારણ કે હું તમને પસંદ કરું છું, મને લાગે છે કે તમે સારા છો, તો લગ્ન કરીએ કારણ કે સમાજ એવું જ કહે છે. જો તમને લગ્ન વિના બાળક હોય તો મને કોઈ સમસ્યા નથી, ખરેખર મને તેનાથી કોઈ વાંધો નથી."