શોધખોળ કરો
Advertisement
કંગના રનૌતે નિકિતા તોમરને કેમ ગણાવી દેવી, ને સરકાર પાસે શું આપવાની માંગ કરી, જાણો વિગતે
વિદ્યાર્થી નિકિતા તોમરની સોમવારે બે લોકોએ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
મુંબઇઃ હરિયાણાના વલ્લભગઢમાં સ્ટુડન્ટ નિકિતા તોમરની ધોળાદિવસે ગોળી મારીને હત્યા કરવાવાળા આરોપી તૌસીફ અને તેના સાથી રેહાનની ધરપકડ કરી લેવામાં આવી છે, અને આરોપીઓએ ગુનો કબુલી લીધો છે. બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે નિકિતા તોમર મર્ડર કેસ પર રિએક્શન આપ્યુ છે. તેને નિકિતીને દેવી ગણાવી અને તેના મર્ડરને જૌહરનુ નામ આપ્યુ. તેને નિકિતાના મર્ડરને બલિદાન ગણાવ્યુ અને ભારત સરકાર પાસે બ્રેવરી એવોર્ડની માંગ કરી છે.
કંગના રનૌતે ટ્વીટર પર લખ્યુ- દેવી નિકિતાએ જે કર્યુ તે જૌહરથી કમ નથી, તે મરી ગઇ પરંતુ મરી નથી શકી, આપણે નિકિતાનુ આ બલિદાન ક્યારેય નહીં ભૂલીશુ, હું ભારત સરકારને વિનંતી કરુ છું કે દેવી નીરજાની જેમ દેવી નિકિતાને પણ બ્રેવરી એવોર્ડથી નવાજવામાં આવે. કંગના આ ઉપરાંત બીજુ એક ટ્વીટ કર્યુ અને નિકિતાની બહાદુરીની સરખામણી રાની લક્ષ્મીબાઇ અને પદ્માવતી સાથે કરી.
હિન્દુ મહિલાઓ માટે ઉભી થઇ નિકિતા
કંગના રનૌતે ટ્વીટમાં લખ્યું- નિકિતાની બહાદુરી રાની લક્ષ્મીબાઇ કે પદ્માવતીથી ઓછી નથી, જેહાદી પર તેના મર્ડરનુ ઝનૂન સવાર હતુ, જો તે જીવવાની ઇચ્છા રાખતી, તો તેને તેની સાથે જવુ પડતુ, પરંતુ તેને તેની સાથે જવા કરતા મરવાનુ પસંદ કર્યુ. દેવી નિકિતા હિન્દુ મહિલાઓના સન્માન અને ગર્વ માટે ઉભી થઇ હતી.
આ છે મામલો
વિદ્યાર્થી નિકિતા તોમરની સોમવારે બે લોકોએ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બન્નેએ પોતાનો ગુનો કબુલી લીધો છે. આરોપીએ પોલીસને જણાવ્યુ કે, નિકિતા કોઇ બીજા સાથે લગ્ન કરવાની હતી, એટલે તેની હત્યા કરી. દીકરીની હત્યા પર પિતા મૂલચંદ તોમરે આરોપીઓ પર લવ જેહાદનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે, તૌસિફ વિરુદ્ધ પહેલા પણ અપહરણનો કેસ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ હેરાન પરેશાન ના કરવાની શરત પર સમાધાન કરી લીધુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion