શોધખોળ કરો
Advertisement
કંગના પહેલીવાર આ ફિલ્મમાં દેખાશે ફાઇટર પાયલટના રૉલમાં, ડિસેમ્બરમાં શરૂ થશે ફિલ્મનુ શૂટિંગ
તાજેતરમાં જ અધિકારિક રીતે સોશ્યલ મીડિયા પર પોતાનુ ડેબ્યૂ કરનારી કંગનાએ શુક્રવારે 28 ઓગસ્ટે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાની આગામી ફિલ્મ તેજસની નવી ઝલક બતાવી છે. કંગના આ ફિલ્મમાં ભારતીય વાયુસેનાની પાયલટ તરીકે દેખાશે
મુંબઇઃ બૉલીવુડ સ્ટારિ કંગના રનૌત છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના સતત તપાસની માંગ કરીને ન્યાયની અપીલ કરી છે. કંગના બૉલીવુડ ઇન્ડસ્ટ્રી સામે જબરદસ્ત વિરોધ અને આક્રમક મૂડ બતાવી રહી છે. હવે આ બધાની વચ્ચે કંગના પોતાની નવા લૂકમાં દેખાઇ છે. કેમકે કંગના હવે પોતાની આગામી ફિલ્મમાં આકાશમાં ઉડતી દેખાશે, તે પણ એક ફાઇટર પાયલટ વિમાનમાં.
તાજેતરમાં જ અધિકારિક રીતે સોશ્યલ મીડિયા પર પોતાનુ ડેબ્યૂ કરનારી કંગનાએ શુક્રવારે 28 ઓગસ્ટે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાની આગામી ફિલ્મ તેજસની નવી ઝલક બતાવી છે. કંગના આ ફિલ્મમાં ભારતીય વાયુસેનાની પાયલટ તરીકે દેખાશે.
તેજસનું શૂટિંગ આ વર્ષ ડિસેમ્બરમાં શરૂ થશે. કંગનાએ ફિલ્મનુ પૉસ્ટર શેર કર્યુ છે, જેમાં તે વાયુસેનાના પાયલટની વર્દીમાં દેખાઇ રહી છે, અને તેની પાછળ ઇન્ડિયન એરફોર્સનુ ફાઇટર પ્લેન તેજસ દેખાઇ રહ્યું છે.
આ પૉસ્ટરની સાથે કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું- #Tejas ડિસેમ્બરમાં ઉડાન ભરશે. ભારતીય વાયુસેનના જાંબાઝ પાયલટોને સમર્પિત આ શાનદાર કહાનીનો ભાગ બનીને ગર્વ અનુભવી રહી છું, જય હિન્દ.
આ ફિલ્મ જાણીતા પ્રૉડ્યૂસર રૉની સ્ક્રૂવાલાના RSVP પ્રૉડક્શન બેનર હેઠળ બની રહી છે, અને સર્વેશ મેવાડા ફિલ્મનુ નિર્દેશન કરશે. લગભગ 15 વર્ષની પોતાની અત્યાર સુધીની કેરિયરમાં કંગના અકદમ અલગ અલગ ભૂમિકામાં દેખાઇ ચૂકી છે, પરંતુ આ પહેલો પ્રસંગ હશે જ્યારે તે સુરક્ષાદળોની વર્દીમાં દેખાશે.
ફિલ્મનુ નામ અને પૉસ્ટરથી એટલુ સ્પષ્ટ છે કે, આ ફિલ્મ માત્ર વાયુસેનાના જાંબાઝ પાયલટોની કહાની જ નથી, પરંતુ ભારતના એકમાત્ર સ્વદેશી એડવાન્સ્ડ લાઇટ કૉમ્બૉટ એરક્રાફ્ તેજસની પણ કહાની છે. જેના દ્વારા સ્વદેશી એરક્રાફ્ટને પ્રચાર મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement