(Source: ECI/ABP News/ABP Majha)
Kangana Ranaut: નકલી વીડિયોને સત્ય માની કંગના રનૌત કતાર એરવેઝના CEO પર ભડકી, બાદમાં ડિલીટ કરી પોસ્ટ
તાજેતરમાં જ બીજેપી નેતા નુપુર શર્માના સમર્થનમાં બોલનાર બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હવે કતાર એરવેઝના સીઈઓ અકબર અલ બેકર પર ભડકી છે
Kangana Ranaut On Spoof Video: તાજેતરમાં જ બીજેપી નેતા નુપુર શર્માના સમર્થનમાં બોલનાર બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હવે કતાર એરવેઝના સીઈઓ અકબર અલ બેકર પર ભડકી છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અકબર અલ બકર વાસુદેવ નામના વ્યક્તિની મજાક ઉડાવી રહ્યા છે. કંગનાએ આ મામલે કતાર એરવેઝના સીઈઓ વિરુદ્ધ એક લાંબી અને વ્યાપક પોસ્ટ લખી છે. જોકે બાદમાં કંગનાએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હટાવી દીધી હતી.
કંગના રનૌતે કતાર એરવેઝના સીઈઓને મૂર્ખ ગણાવ્યા
હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં કતાર એરવેઝના સીઈઓ અકબર અલ બકર વાસુદેવ નામના સોશિયલ મીડિયા યુઝરને ગરીબ કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે વાસુદેવ અમારી એરલાઈન્સમાં માત્ર 624.50 રૂપિયાના શેરધારક છે. હવે તેનું સંચાલન કેવી રીતે કરવું અમે જાણતા નથી. જેના કારણે અમે બધી ઉડણો બંધ કરી દીધી છે. હવે આ ફેક વિડિયોને સાચો માનીને કંગનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક મોટી પોસ્ટ લખી છે, જેમાં અકબર અલ બકર પર ગરીબ 'ભારતીય'ની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે જે લોકો આ વીડિયોને લાઈક કરી રહ્યા છે તેઓ ભારત જેવા દેશ પર બોજ છે.
કંગનાને ભૂલનો અહેસાસ થયો
વાસ્તવમાં જ્યારે કંગના રનૌતને ખબર પડી કે કતાર એરવેઝના સીઈઓનો આ વીડિયો સંપૂર્ણપણે ફેક છે, તરત જ કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી. આ પોસ્ટ કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અપલોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ પયગંબર પર બીજેપી નેતા નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન બાદ કતારે વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતને લઈને વાસુદેવ નામના વ્યક્તિએ વીડિયો દ્વારા કતારના સામાન અને એરલાઈન્સનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી.
અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું
IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન