(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું
હાલમાં જ થયેલી પીએસઆઇની ભરતી માટેની પ્રિલિમ પરીક્ષા યોજાયા બાદ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
અમદાવાદઃ હાલમાં જ થયેલી પીએસઆઇની ભરતી માટેની પ્રિલિમ પરીક્ષા યોજાયા બાદ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી મુજબ પરિણામના મેરિટમાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહીં થયું હોવાની ફરિયાદ કરાઈ હતી. હાઈકોર્ટમાં થયેલી અરજીમાં અરજદારોએ રજૂઆત કરાઈ હતી કે, ભરતીની કુલ જગ્યાની સામે જરુરી સંખ્યામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ નથી કરાયો.
હાઈકોર્ટે આપ્યો ચુકાદોઃ
આ અરજી અંગે આજે ગુજરાત હાઈકોર્ટે પોતાના ચૂકાદો સંભળાવ્યો છે અને દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માંગ સાથે થયેલી પિટિશનને ફગાવી દીધી છે. આ સાથે હાઈકોર્ટે સરકારના નિર્ણયને બહાલી આપી છે. કોર્ટે માન્યું છે કે, ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે. આનામત કેટેગરીમાં આવતા ઉમેદવારના મેરિટમાં સારા માર્ક્સ હોય તો એ જનરલ કેટેગરીમાં આવી શકે. જનરલ કે, બિનઅનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરીટ વાળા અનામત બેઠકના ઉમેદવાર ના સમાવી શકાય. આમ અરજદારોએ જે રજૂઆત સાથે અરજી કરી હતી તે હાઈકોર્ટે ફગાવી દીધી છે.
Ahmedabad Corona : શહેરમાં કોરોના વકરતા તંત્ર એલર્ટ, ST અને રેલવે સ્ટેશન પર મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ
અમદાવાદઃ શહેરમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે. અમદાવાદમાં કુલ 207 જેટલા કેસ એક્ટિવેટ છે. ગઈ કાલે અમદાવાદમાં 44 કેસ નોંધાયા હતા. ત્યારે હવે અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશને કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. આવતા-જતાં મુસાફરોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. Amcના આરોગ્ય વિભાગે માસ્ક પહેરવાની અપીલ કરી છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશન સર્તક બન્યું છે. મંગળવારે રાજ્યમાં નોંધાયેલા 72 કેસ પૈકી 44 કેસ એટલે કે 60 ટકા કેસ તો માત્ર અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે. કોરોનાના કેસ વધતા આજથી શહેરના એસટી અને રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તો AMCએ માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરી છે.