શોધખોળ કરો

Kantara 2: 'કાંતારા 2'નું ધાંસૂ ટીજર થયુ રિલીઝ, હાથમાં ત્રિશૂલ અને લોહીથી લથપથ જોવા મળ્યો એક્ટર...

Kantara 2 Teaser Release: ‘કાંતારા 2’નું ટીઝર વર્ષ 2022ની બ્લૉકબસ્ટર ‘કાંતારા’ની પ્રિક્વલની દુનિયાની ઝલક આપે છે. તેનું ટાઇટલ 'કાંતારાઃ ચેપ્ટર 1- અ લિજેન્ડ' રાખવામાં આવ્યું છે

Kantara 2 Teaser Release: ઋષભ શેટ્ટીની 'કંતારા' વર્ષ 2022માં રિલીઝ થઈ હતી અને તે બ્લૉકબસ્ટર રહી હતી. ફિલ્મની સુપર સક્સેસ પછી ઋષભ શેટ્ટીએ 'કંતારા 2'ની જાહેરાત કરી હતી, ત્યારથી ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ ઋષભ શેટ્ટીએ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી, તેના થોડા કલાકો બાદ ફિલ્મનું ધમાકેદાર ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

‘કાંતારા 2’ નું ધાંસૂ ટીજર થયુ રિલીઝ 
‘કાંતારા 2’નું ટીઝર વર્ષ 2022ની બ્લૉકબસ્ટર ‘કાંતારા’ની પ્રિક્વલની દુનિયાની ઝલક આપે છે. તેનું ટાઇટલ 'કાંતારાઃ ચેપ્ટર 1- અ લિજેન્ડ' રાખવામાં આવ્યું છે. ટીઝર 82 સેકન્ડ લાંબુ છે અને તે શબ્દોથી શરૂ થાય છે, “તે પળ આવી ગઇ છે”, ત્યારપછી બ્લેક સ્ક્રીન પર કંઇક બળતુ દેખાઇ છે અને પછી ટૉર્ચ સાથે જંગલની બહાર જતા શિવ (ઋષભ શેટ્ટી)ની પૃષ્ઠભૂમિમાં એક ઝાંખી છબી સાથે પસાર થતો બતાવ્યો છે.

જ્યારે તે અગ્નિથી ઘેરાયેલો છે, ત્યારે એક અવાજ સંભળાય છે, "પ્રકાશ! પ્રકાશમાં બધું દેખાય છે! પરંતુ આ પ્રકાશ નથી! તે એક દ્રષ્ટિ છે! એક દ્રષ્ટિ જે આપણને બતાવે છે કે ગઈકાલે શું હતું, શું છે અને શું હશે! તમે જોઈ શકતા નથી?" અંધકાર વચ્ચે શિવનો ચહેરો પણ દેખાય છે. ટીઝર પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે સ્ટૉરી કદંબ વંશના શાસનકાળની હશે.

‘કાંતારા 2’ ના ટીજરમાંથી મળી ઋષભ શેટ્ટીના ખૂંખાર લૂકની ઝલક 
ગુફા પર પૂર્ણ ચંદ્ર આવતાની સાથે જ લોહીથી લથપથ એક વ્યક્તિ ત્રિશૂળ લહેરાવતો જોવા મળે છે. ગરદનની આસપાસ રુદ્રાક્ષ અને લાંબા, લહેરાતા વાળ સાથે, ઋષભ શેટ્ટીનો વિકરાળ લૂક દેખાય છે જે રોંગડા ઉભા કરી દેનારો છે.

ક્યારે રિલીઝ થશે ‘કાંતારા 2’ 
'કાંતારા' ઋષભ શેટ્ટીએ લખી અને નિર્દેશિત કરી હતી. 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મ માટે તેને બેસ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. ફિલ્મ, કાંતારાઃ ચેપ્ટર 1 - એ લિજેન્ડની રિલીઝ ડેટ પણ આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 2 ઓક્ટોબર, 2025ના રોજ ગાંધી જયંતિના અવસર પર મોટા પડદા પર રિલીઝ થશે.

આ પણ વાંચો

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 

Embed widget