કરણ જોહરે પોતાના જન્મદિવસ પર કર્યું મોટું એલાન, પહેલી વાર ડાયરેક્ટ કરશે એકશન ફિલ્મ
કરણ જોહરે પોતાની આવનારી ફિલ્મ "રોકી ઔર રાની કી પ્રેમ કહાની"ની રિલીઝ તારીખની પણ જાહેરાત કરી હતી.
![કરણ જોહરે પોતાના જન્મદિવસ પર કર્યું મોટું એલાન, પહેલી વાર ડાયરેક્ટ કરશે એકશન ફિલ્મ Karan Johar Announce His Upcoming Action Film And Rocky Aur Rani Ki Prem Kahani Release Date કરણ જોહરે પોતાના જન્મદિવસ પર કર્યું મોટું એલાન, પહેલી વાર ડાયરેક્ટ કરશે એકશન ફિલ્મ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/31/d49e408a90427ace23ab1273e638c49b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karan Johar Action Movie: બોલીવુડ ઈંડસ્ટ્રીના દિગ્ગજ ડાયરેક્ટર અને ફિલ્મ મેકર કરણ જોહરે (Karan Johar) છેલ્લા 27 વર્ષમાં ઘણી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. એ વાતમાં કોઈ શંકા નથી કે, તેની ફિલ્મોમાં હંમેશા અલગ વિષય અને વાર્તા જોવા મળે છે જેને લોકો ઘણી પસંદ કરે છે. ત્યારે હવે આજે 25 મેના દિવસે પોતના જન્મ દિવસ પર કરણે પોતની નવી ફિલ્મની જાહેરાત કરી છે.
આજે 25 મેના દિવસે કરણ જોહર પોતાનો 50મો જન્મદિવસ મનાવી રહ્યો છે. જન્મદિવસ પર કરણે પોતાની આવનારી ફિલ્મની જાહેરાત કરી છે. કરણ જોહરે બે ફોટો નોટ શેર કરી છે. પહેલી નોટમાં કરણે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પોતાના 27 વર્ષની સુંદર સફર શેર કરી છે. જ્યારે બીજી નોટમાં તેણે પોતાના આવનારા પ્રોજેક્ટ અને ફિલ્મ "રોકી ઔર રાની કી પ્રેમ કહાની"ની (Rocky Aur Rani Ki Prem Kahani) રિલીઝ તારીખની જાહેરાત કરી છે.
કરણ જોહરે પોતાની નોટમાં લખ્યું કે, એક વાત જેના પર હું ભરોસો કરું છું કે, હું ઘણો વધારે ભાવુક છું. પહેલાં મેં હંમેશા મારી ફિલ્મોમાં લાંબો ગેપ રાખ્યો છે પરંતુ આજે આ ખાસ દિવસ પર હું મારી આવનાર ફિલ્મ જે હું ડિરેક્ટ કરવાનો છું તેની જાહેરાત કરું છું. આગળ કરણે લખ્યું કે, એપ્રિલ 2023થી આ એક્શન ફિલ્મનું શૂટિંગ શરુ કરવા જઈ રહ્યો છું. આટલું જ નહી, કરણ જોહરે પોતાની આવનારી ફિલ્મ "રોકી ઔર રાની કી પ્રેમ કહાની"ની રિલીઝ ડેટ 10 ફેબ્રુઆરી 2023 જણાવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)