કરણ જોહરની બર્થ ડે પાર્ટી સુપર સ્પ્રેડર સાબિત થઈ, 50થી વધુ લોકો કોરોના સંક્રમિત, યાદીમાં મોટા દિગ્ગજો...
ફિલ્મમેકર કરણ જોહરે હાલમાં જ પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો અને એક ધમાકેદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.
Karan Johar Party: ફિલ્મમેકર કરણ જોહરે (Karan Johar) હાલમાં જ પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો અને એક ધમાકેદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. કરણની બર્થડે પાર્ટીમાં બોલીવુડ સેલેબ્સ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પાર્ટીના ફોટો અને વીડિયો પણ ખુબ વાયરલ થયા હતા. કરણના જન્મદિવસની આ પાર્ટીમાં આવેલા 50થી વધુ લોકો કોરોના પોઝિટીવ થયા છે. મનોરંજન જગતની આ પાર્ટીમાં શાહરુખ ખાન, કરીના કપૂર ખાન, ઋતિક રોશન, આમિર ખાન જેવા દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા.
ઘણા સેલીબ્રીટી લોકો સંક્રમિત થયાઃ
બોલીવુડ હંગામાના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ બર્થડે પાર્ટી કથિત રીતે એક સુપર-સ્પ્રેડર પાર્ટીમાં બદલાઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની પુરતી માહિતી નથી મળી પરંતુ ઘણી સેલિબ્રીટીઓ કોરોના પોઝિટીવ થઈ હોવાનું હાલ સુત્રો જણાવી રહ્યા છે. એક સુત્રના હવાલાથી મળેલી માહિતી મુજબ, બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં કરણ જોહરના નજીકના મિત્રો પાર્ટી પછી કોરોના સંક્રમિત થયા છે, પરંતુ તેઓ આ વાત જાહેર નથી કરી રહ્યા.
કેટરીના આઈફા 2022માં ના જઈ શકીઃ
રિપોર્ટ્સ અનુસાર આ લીસ્ટમાં કૈટરીના કૈફ અને શાહરુખ ખાન પણ છે. જો કે, આ બંને એક્ટરે સત્તાવાર રીતે કોઈ નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ નથી કરી. કેટરીના ગયા અઠવાડીયામાં જ કોરોના પોઝિટીવ થઈ હતી. તેનો ક્વોરંટાઈન સમય પણ હવે પુરો થઈ ગયો છે. કોવિડના કારણે જ કેટરીના કૈફ આઈફા 2022માં નથી જઈ શકી.
સૂત્રોએ બોલીવુડ હંગામાને એ પણ જણાવ્યું કે, અભિનેતા કાર્તિક આર્યન જે કરણ જોહરની પાર્ટીમાં હાજર નહોતો છતાં પણ તે કોરોના સંક્રમિત થયો છે.
આ પણ વાંચોઃ