Salman Khan Death Threat: સલમાનને સિદ્ધુ મૂસેવાલાની રીતે મારવાની ધમકી આપતો પત્ર મળ્યો, ફરિયાદ નોંધાઈ
સલમાન ખાનના પિતા સલીમ ખાનને આ ધમકી ભર્યો પત્ર સવારે 7:30 થી 8:00 વાગ્યાની આસપાસ મળ્યો હતો.
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) ને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. જ્યારે સલમાન ખાનના પિતા સલીમ ખાન (Salim Khan) સવારે જોગિંગ માટે ગયા હતા, જ્યાં તેઓ બેન્ચ પર બેઠા હતા, ત્યારે તેમને એક પત્ર મળ્યો હતો જેમાં તેમને અને તેમના પુત્ર સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી.
આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, સલમાન ખાનનો હાલ પણ સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moose Wala) જેવો કરી દઈશું. આ પત્ર મળ્યા બાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ પત્ર સલીમ ખાનને સવારે 7:30 થી 8:00 વાગ્યાની આસપાસ મળ્યો હતો. બાંદ્રા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં, પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેટલાય લોકોએ એક સાથે તેના પર હુમલો કર્યો અને લગભગ 25-30 ગોળીઓ ચલાવી હતી0. આ હુમલામાં મૂસેવાલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સિદ્ધુ મુસેવાલાના નિધન બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. દરમિયાન, સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ તેના ચાહકોમાં પણ ચિંતા ફેલાઈ છે.
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, સલમાન ખાને તાજેતરમાં યોજાયેલ IIFA 2022નું આયોજન કર્યું છે. સલમાનનો એવોર્ડ ફંક્શન હોસ્ટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. IIFA 2022 અબુ ધાબીમાં યોજાયો હતો. સલમાન હવે મુંબઈ પાછો ફર્યો છે.
સલમાન ખાન ટૂંક સમયમાં ફિલ્મ ટાઈગર 3માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ લીડ રોલમાં જોવા મળશે. તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ કભી ઈદ કભી દિવાલીનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે, શહનાઝ ગિલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.