શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શાહરૂખ ખાનની એકદમ નજીક ગણાતી આ એક્ટ્રેસનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, જાણો વિગત
ખાસ વાત છે કે, કરીમ મોરાની શાહરૂખ ખાનનો ભાગીદાર છે, અને શઝા મોરાની શાહરૂખની ખુબ જ નજીક છે
મુંબઇઃ કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, હવે સેલેબ્સ પણ તેનો આસાનીથી શિકાર બની રહ્યાં છે. રિપોર્ટ છે કે, ચેન્નાઇ એક્સપ્રેસના પ્રૉડ્યૂસર કરીમ મોરાનીની દીકરી શઝા મોરાનીને કોરોના પૉઝિટીવ આવ્યો છે. આ વાતની જાણકારી ખુદ તેના પિતાએ આપી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, શઝા મોરાની આ સમયે મુંબઇની એક હૉસ્પીટલમાં ભરતી છે, સારવાર લઇ રહી છે. રવિવારે કરીમ મોરાની નાની દીકરી શઝા કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો, તેના બાદ આગલા દિવસે સોમવારે મોટી દીકરી અને અભિનેત્રી ઝોયા પણ કોરોના સંક્રમિત થઈ હતી. હાલ બન્ને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પહેલા, પોતાની બન્ને પુત્રીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ફિલ્મ નિર્માતા કરીમ મોરાની પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, અને હાલ તેઓ મુંબઈમાં એક હોસ્પિટલમાં દાખલ છે.
ખાસ વાત છે કે, કરીમ મોરાની શાહરૂખ ખાનનો ભાગીદાર છે, અને શઝા મોરાની શાહરૂખની ખુબ જ નજીક છે.
કરીમ મોરાનીએ એબીપી ન્યૂઝ શઝા અને ઝોયા કોરોનાથી સંક્રમિતો હાવની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે શઝા માર્ચની શરૂઆતમાં શ્રીલંકાની યાત્રા કરીને આવી હતી, જ્યારે તેમની મોટી પુત્રી ઝોયા રાજસ્થાનથી મુંબઈ પરત ફરી હતી.
નોંધનીય છે કે, કરીમ મોરાની પોતાના ભાઈ મોરાની અને મોહમ્મદ મોરાની સાથે પાર્ટનરશિપમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સિનેયૂગ એન્ટરટેઈનમેન્ટ ચલાવે છે. અને તે શાહરુખ ખાનનો ખૂબજ નજીકનો મિત્ર પણ છે. તેમણે શાહરુખ ખાન સ્ટારર, રા. વન, ચેન્નઈ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યર, દિલવાલે જેવી ફિલ્મોને પણ કૉ-પ્રોડ્યૂસ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion