'ભૂલ ભુલૈયા 2'નું ટીઝર આઉટ, તાંત્રિક બાબા બનીને ભૂત ભગાડતો દેખાશે કાર્તિક આર્યન, જાણો ક્યારે થશે રિલીઝ...........
ભૂલ ભુલૈયા 2માં આ વખતે કાર્તિક આર્યન તાંત્રિક બાબા બની ભૂતને ભગાડતા જોવા મળશે
!['ભૂલ ભુલૈયા 2'નું ટીઝર આઉટ, તાંત્રિક બાબા બનીને ભૂત ભગાડતો દેખાશે કાર્તિક આર્યન, જાણો ક્યારે થશે રિલીઝ........... kartik aaryan Film Bhool Bhulaiyaa 2s teaser out with the sound of monjolika 'ભૂલ ભુલૈયા 2'નું ટીઝર આઉટ, તાંત્રિક બાબા બનીને ભૂત ભગાડતો દેખાશે કાર્તિક આર્યન, જાણો ક્યારે થશે રિલીઝ...........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/abe208c6d6c980f5f3e4ace69c67a5d0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડની સૌથી અવેટેડ ફિલ્મમાની એક ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' નુ ટીઝર રિલીઝ થઇ ચૂક્યુ છે. આ ટીઝરમાં એક્ટર કાર્તિક આર્યન એક દમદાર રૉલમાં દેખાયો છે, તે તાંત્રિક બાબા બની ભૂતને ભગાડતા જોવા મળશે, દર્શકોને ફરીથી એકવાર મોન્જોલિકાની અવાજમાં જૂનુ ગીત સાંભળવા મળી રહ્યું છે.
'ભૂલ ભુલૈયા 2'ના ટીઝરમાં શું છે........
'ભૂલ ભુલૈયા 2'નુ ટીઝર ખુબ જ રોમાંચક છે. ટીઝરમાં બતાવવામાં આવે છે કે, અંધેરી હવેલીમાં અચાનક પડછાયો દેખાય છે, જ્યાં પહેલા ક્યારેય સંભળાયેલો અવાજ ફરીથી ગુંજે છે. આ અવાજ બીજા કોઈનો નહીં પરંતુ મોન્જોલિકાનો છે. મોન્જોલિકાની અવાજમાં જૂનુ ગીત સાંભળવા મળે છે, 'આમા છે તોમાર...' ગીત સાંભળતા જ અભિનેત્રી વિદ્યા બાલનની યાદ આવી જાય છે ત્યારે હવેલીની અંદર ઘણા અરસાથી બંધ પડેલા જૂના દરવાજાની પાછળ જોરજોરથી ખખડાવવાનો અવાજ સંભળાય છે. શું આ તે મોન્જોલિકા છે? આ ટીઝરને ખુબ લાઇક્સ અને શેરિંગ મળી રહ્યું છે.
તાંત્રિક બાબાના રૉલમાં કાર્તિક આર્યન -
ત્યારબાદ કહાની મુખ્ય પાત્રની થાય છે. અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભૂલૈયાની ફ્રેન્ચાઈઝી ભૂલ ભુલૈયા 2માં આ વખતે કાર્તિક આર્યન તાંત્રિક બાબા બની ભૂતને ભગાડતા જોવા મળશે.
View this post on Instagram
ટીઝરમાં આગળ બતાવવામાં આવ્યું છે કે મોન્જોલિકાના પગનો અવાજ, છણછણ કરતા ઝાંઝરા, એક મોટા જોખમનો અવાજ સંભળાય છે ત્યારે થાય છે કાર્તિક આર્યનની એન્ટ્રી. બિન્દાસ્ત તાંત્રિકનો વેશ ધારણ કરીને કાર્તિક આર્યન એન્ટ્રી કરે છે. ગુજરાતી અભિનેત્રી વ્યોમ આનંદી આ ફિલ્મમાં અભિનય કરશે. આ સાથે અભિનેતા રાજપાલ યાદવ પણ દેખાય છે.
ક્યારે આવશે થિએટરોમાં 'ભૂલ ભુલૈયા 2'-
દર્શકો માટે રાહતની વાત એ છે કે ફિલ્મની રીલીઝીંગ ડેટનો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' 20 મેના રોજ થિયેટરોમાં આવશે.
--
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)