શોધખોળ કરો
Advertisement
કેટરીના કૈફે ઇવેન્ટમાં પહેર્યો એક લાખ રૂપિયાની કિંમતનો ડ્રેસ, છતાં લોકોએ ઉડાવી મજાક, જાણો કેમ?
ખાસ વાત છે કે આ વખતનુ આઇફા એવોર્ડ ફન્ક્શન મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાવવાનુ છે. અહીં કૈટરીના પોતાની ફિલ્મ સૂર્યવંશીનો પ્રચાર કરશે
મુંબઇઃ સલમાનની એક્ટ્રેસ કેટરીના કૈફ તાજેતરમાં જ પોતાના એક ડ્રેસને લઇને ચર્ચામાં આવી છે. ખાસ વાત છે કે કેટરીના કૈફે એક લાખ રૂપિયાની કિંમતનો ડ્રેસ પહેર્યો હોવા છતાં લોકોએ તેની મજાક ઉડાવવાનુ શરૂ કરી દીધુ હતુ. કેટરીના કૈફએ પોતાના ડ્રેસ સાથેના ફોટોઝ સોશ્યલ મીડિયા પર પણ શેર કર્યા હતા.
તાજેતરમાં જ એક્ટ્રેસ કેટરીના કૈફ મુંબઇમાં યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં પહોંચી હતી, અહીં તેને એક લાખથી પણ વધુની કિંમતનો ડ્રેસ પહેર્યો હતો, પણ લોકોની વચ્ચે જતાની સાથે જ મજાકનુ કેન્દ્ર બની ગઇ હતી, પણ આટલા રૂપિયા ખર્ચ કર્યા હોવા છતાં કૈટરીનાને વાહ વાહી ના મળી. કેમકે કેટરીનાએ જે ડ્રેસ ખરીદ્યો હતો તે મહિના પહેલા જ હૉલીવુડ એક્ટ્રેસ એમી જેક્શને પહેર્યો હતો, એટલે કે એમી જેક્શન આ ડ્રેસને પહેલા જ પહેરી ચૂકી છે. જેના કારણે તે મજાકનુ કેન્દ્ર બની હતી. આ પ્રેસ કૉન્ફરન્સમાં કેટરીના કૈફની સાથે કાર્તિક આર્યન અને દિયા મિર્જા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, કેટરીના કૈફે બ્લેક કલરનો ફિગર-હગિંગ ડ્રેસ પહેર્યો હતો, જેની કિંમત લગભગ 1.02 લાખ રૂપિયા છે, અને બ્રાન્ડ રેસારિયોએ આને બનાવ્યો છે. આ ડ્રેસમાં કેટરીના એકદમ સુંદર દેખાઇ રહી હતી.View this post on Instagram
ખાસ વાત છે કે આ વખતનુ આઇફા એવોર્ડ ફન્ક્શન મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાવવાનુ છે. અહીં કૈટરીના પોતાની ફિલ્મ સૂર્યવંશીનો પ્રચાર કરશે.View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement