Kedarnath : કેદારનાથમાં કપલ પર કાર્યવાહીને લઈ બોલિવૂડ અભિનેત્રી લાલઘુમ
આ વીડિયો વાયરલ થયા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક ધાર્મિક સ્થળ પર આવા વીડિયો શૂટ કરવાને ખોટું કહી રહ્યા છે તો કેટલાક તેને સુંદર ગણાવી રહ્યા છે.
Raveena Todnon on Kedarnath Couple Video : કેદારનાથ ધામનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીળી સાડી પહેરેલી એક યુવતી તેના બોયફ્રેન્ડને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી રહી છે અને બોયફ્રેન્ડ તેનો પ્રસ્તાવ સ્વીકારીને યુવતીને ગળે લગાવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક ધાર્મિક સ્થળ પર આવા વીડિયો શૂટ કરવાને ખોટું કહી રહ્યા છે તો કેટલાક તેને સુંદર ગણાવી રહ્યા છે.
દરમિયાન, મંદિર પરિસર વતી દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેના આધારે પોલીસે કાર્યવાહી કરવાનું કહ્યું છે. પોલીસની આ કાર્યવાહી અને ઘટના પર હવે બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની પ્રતિક્રિયા સામે આવી છે. રવીનાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે દંપતીને સમર્થન આપતા પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે અને તેને દુ:ખદ ગણાવ્યું છે.
રવીનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આપણા ભગવાન પ્રેમ કે તેમના ભક્તો કે જેઓ તેમના આશીર્વાદ લઈને આ ક્ષણને પવિત્ર બનાવવા માગે છે. તો તેમની વિરુદ્ધ ક્યારે થઈ ગયા? કદાચ પશ્ચિમી રીત અને તેમની સંસ્કૃતિ અનુસાર પ્રપોઝ કરવું હવે સલામત છે. ફૂલો, મીણબત્તીઓ અને ચોકલેટ. ખૂબ જ દુ:ખદ! આ કાર્યવાહી તે લોકો વિરુદ્ધ કરવામાં આવી રહી છે જેઓ ફક્ત તેમના સંબંધો માટે આશીર્વાદ લેવા માંગતા હતા.
શું છે આખી ઘટના...????
હાલના દિવસોમાં કેદારનાથ ધામમાં ભક્તોની ભીડ જામી છે. આ દરમિયાન ત્યાંથી અલગ-અલગ પ્રકારના વીડિયો સામે આવી રહ્યા છે. આમાંથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક છોકરી ઘૂંટણ પર બેસીને એક છોકરાને પ્રપોઝ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સવાલો ઉઠવા લાગ્યા કે કેદારનાથ ધામ એક ધાર્મિક સ્થળ છે, પિકનિક સ્પોટ નથી. મામલો વેગ પકડતો જોઈને મંદિર સમિતિએ તેના પર કાર્યવાહી કરી હતી અને પોલીસને પત્ર લખીને વીડિયો બનાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેના પર પોલીસે કહ્યું છે કે, દંપતી સામે કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને જુદી જુદી પ્રતિક્રિયા સામે આવી રહી છે. કોઈ તેનું સમર્થન કરે છે તો કોઈ આ કાર્યવાહીનો વિરોધ. બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડને પ્રપોઝ કરનાર કપલનો પક્ષ લીધો હતો.