Madhuri Dixit Marriage: ડો. નેને સાથે લગ્ન કર્યા બાદ માધુરી દીક્ષિતને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, અભિનેત્રીએ કહ્યું- ન તો દિવસનું ભાન ન રાતનું...
Madhuri Dixit Video: શ્રીરામ નેનેએ હાલમાં જ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં માધુરી દીક્ષિતે પોતાના લગ્ન જીવનનું સત્ય બધાની સામે જાહેર કર્યું છે.
![Madhuri Dixit Marriage: ડો. નેને સાથે લગ્ન કર્યા બાદ માધુરી દીક્ષિતને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, અભિનેત્રીએ કહ્યું- ન તો દિવસનું ભાન ન રાતનું... Madhuri Dixit On Her Marriage With Shriram Nene: It's Hard Madhuri Dixit Marriage: ડો. નેને સાથે લગ્ન કર્યા બાદ માધુરી દીક્ષિતને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, અભિનેત્રીએ કહ્યું- ન તો દિવસનું ભાન ન રાતનું...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/26/92c002786b4bbb5207a0e4e149f88247167739148945981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Madhuri Dixit Talks About Her Marriage Life: જ્યારે બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં ત્યારે તેણે લાખો દિલો તોડીને ડૉક્ટરને પોતાનું દિલ સોંપ્યું હતું. પરંતુ માધુરી દીક્ષિતનું લગ્નજીવન એટલું સુખી નથી જેટલું લાગે છે. હાલમાં જ માધુરી દીક્ષિતે પતિ શ્રીરામ નેનેની યુટ્યુબ ચેનલ પર તેના લગ્ન જીવન વિશે વાત કરી છે અને જણાવ્યું છે કે એક ડોક્ટરની પત્ની હોવાને કારણે આ સમય તેના માટે ઘણો મુશ્કેલ રહ્યો છે. માધુરી દીક્ષિતે કહ્યું - તે ખૂબ મુશ્કેલ હતું કારણ કે સમય ન હતો, ક્યારેક સવારનું શેડ્યૂલ, ક્યારેક નાઇટ શેડ્યૂલ... અને ક્યારેક તે દિવસ દરમિયાન ફોન પર વ્યસ્ત રહેતા હતા.
માધુરી દીક્ષિતનું લગ્ન જીવન
માધુરી દીક્ષિતે પોતાનું દર્દ વ્યક્ત કરતાં આગળ કહ્યું - તે ખરેખર મુશ્કેલ હતું કારણ કે તે સમય હતો જ્યારે તમે ત્યાં નહોતા અને મારે હંમેશા બાળકો સાથે રહેવું પડતું હતું. તેમને શાળાએ મૂકવા જવા લેવા જવા આ બધુ મારે એકલા એજ સાચવવું પડતું હતું. સૌથી મોટો પ્રશ્ન સમયનો હતો. અમારા ઘરમાં જ્યારે પણ કોઈ ખાસ ઘટના બની ત્યારે તમે અમારી સાથે નહોતા. કારણ કે તે દરમિયાન તમે હોસ્પિટલમાં બીજા કોઈને મદદ કરતા હતા. જ્યારે પણ હું બીમાર હોઉ ત્યારે તમે કોઈ બીજાની સંભાળ રાખતા હતા. આ બધી બાબતો ખૂબ જ મુશ્કેલ હતી.
મને તમારા પર ગર્વ છે: માધુરી દીક્ષિત
પોતાની વાત પૂરી કરતાં માધુરી દીક્ષિતે આગળ કહ્યું, પરંતુ આ બધી બાબતો હોવા છતાં, મને હંમેશા તમારા પર ગર્વ રહ્યો છે, જેમ તમે હંમેશા તમારા દર્દીઓ માટે ઉભા રહેતા હતા, તેમના જીવન માટે લડતા હતા, તે વસ્તુઓએ મારું દિલ જીતી લીધું હતું. તમે ખૂબ જ સરસ વ્યક્તિ છો. લગ્નજીવનમાં સૌથી મહત્વની બાબત એ છે કે તમે તમારી સામેની વ્યક્તિને સમજો... અંતે, તેણે તેમના લગ્ન જીવનને એક અદ્ભુત સફરનો ટેગ આપ્યો. તેણે કહ્યું કે અમે બંનેએ લગ્ન જીવનમાં એકબીજાને સાથ આપ્યો છે. બાળકો માટે પણ હંમેશા સાથે રહ્યા છે. હું સંમત છું કે અમુક સમય ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો, પરંતુ આપણે જાણીએ છીએ કે જીવનમાં આપણે જે પણ કરીએ છીએ, તે સારા માટે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)