શોધખોળ કરો

Mahabharat Show: મહાભારતના આ સીન બાદ ભાંગી પડી હતી રૂપા ગાંગુલી, ચીરહરણના સીન બાદ ફૂટી ફૂટીને રડી પડી

Mahabharat Show: મહાભારતનો એક સીન શૂટ કર્યા બાદ રૂપા ગાંગુલી સંપૂર્ણપણે ભાંગી પડી હતી. અભિનેત્રીએ રૂમ બંધ કરીને ફૂટી ફૂટીને રડી હતી

Mahabharat Show: મહાભારતનો એક સીન શૂટ કર્યા બાદ રૂપા ગાંગુલી સંપૂર્ણપણે ભાંગી પડી હતી. અભિનેત્રીએ રૂમ બંધ કરીને ફૂટી ફૂટીને રડી હતી.

બીઆર ચોપરાની સૌથી પ્રખ્યાત ટીવી સીરિયલ મહાભારતએ દરેક ઘરમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તે સમય એવો હતો કે જ્યારે મહાભારત (જૂની મહાભારત સિરિયલ)નો એપિસોડ ટીવી પર ટેલિકાસ્ટ થતો હતો ત્યારે રસ્તાઓ પર પણ પણ સન્નાટો છવાઈ જતો હતો.  બીઆર ચોપરાનું મહાભારત જોવા માટે દરેક ઘરમાં સમય પહેલા ટીવી ચાલુ થઈ જતું હતું. આ સિરિયલની સફળતાનો શ્રેય જેટલો કલાકારોને જાય છે તેટલો જ શ્રેય બીઆર ચોપરાને જાય છે. દરેક કલાકારે પોતાના પાત્રને કેમેરાની સામે જીવંત કર્યા. દ્રૌપદી (મહાભારત દ્રૌપદી)નું પાત્ર સિરિયલના પ્રખ્યાત પાત્રોમાંનું એક હતું. આ પાત્ર પ્રખ્યાત અભિનેત્રી રૂપા ગાંગુલીએ ભજવ્યું હતું.

 જ્યારે મહાભારતમાં દ્રૌપદી ચીર હરણનો સીન શૂટ થઈ રહ્યો હતો ત્યારે રૂપા ગાંગુલી ખૂબ જ નર્વસ હતી. વાસ્તવમાં, બીઆર ચોપરા (બીઆર ચોપરા) એ અભિનેત્રીને સીનને જીવંત બનાવવા માટે કહ્યું હતું કે, જો ભીડની સભામાં કોઈ મહિલાને તેના વાળથી ખેંચવામાં આવે અને તેના કપડાં ઉતારવામાં આવે તો શું થશે. આ સાંભળીને રૂપા ગાંગુલીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

 રૂપા ગાંગુલી દ્રૌપદી ચીરહરણના  સીનને બખૂબી સારી રીતે અદા કર્યો  અને તેને એક જ ટેકમાં શાનદાર રીતે પૂરી કરી પણ તેની અસર પછીથી થઈ. આ સીન શૂટ થયા બાદ અભિનેત્રી સંપૂર્ણપણે ભાંગી પડી હતી. તે સેટ પર અડધા કલાક સુધી રડતી રહી, પોતાને રૂમમાં બંધ કરી તે ફૂટી ફૂટીને રડી હતી.

રૂપા ગાંગુલી પહેલા બીઆર ચોપરાની મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર જુહી ચાવલાને ઓફર કરવામાં આવ્યું હતું. પરંતુ જૂહી ચાવલા તે સમયે ફિલ્મ 'કયામત સે કયામત'માં વ્યસ્ત હતી. જેના કારણે દ્રૌપદીનું પાત્ર તે સમયની પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂપા ગાંગુલી સુધી પહોંચ્યું હતું. ગાંગૂલીએ તેમાં તનો જીવ રેડી દીધો હતો. અને પાત્રને જીવંતતાથી અદા કર્યું હતું.

અકસ્માત બાદ હવે કેવી છે Jubin Nautiyalની સ્થિતિ ? સિંગરે ખુબ આપ્યુ હેલ્થ અપડેટ

 Jubin Nautiyal Health Update: પૉપ્યુલર બૉલીવુડ સિંગર જુબિન નૌટિયાલ (Jubin Nautiyal )નું ગુરુવારે, 1 ડિસેમ્બરે એક મેજર એક્સિડેન્ટ થઇ ગયુ હતુ. એક બિલ્ડિંગની સીડી પરથી પડવાના કારણે તેની કોહણી અને પાસળીઓ તૂટી ગઇ હતી અને માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. એક્સિડેન્ટ બાદ તેને મુંબઇની એક હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો, જ્યાં તેના જમણા હાથનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. 

જુબિન નૌટિયાલ આરામ કરવા માટે હૉમટાઉન રવાના - 
શુક્રવારે, 2 ડિસેમ્બરની સવારે, જુબિન નૌટિયાલને એરપૉર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યો હતો, ખરેખરમાં તે, આગળની સારવાર માટે પોતાના હૉમટાઉન ઉત્તરાખંડ જઇ રહ્યો હતો, અને તેને ડૉક્ટરોને આરામ કરવાની પણ સલાહ આપી છે. શુક્રવારની રાત્રે, સિંગરે ખુદ પોતાનુ હેલ્થ અપડેટ સોશ્યલ મીડિયા પર શેર કર્યુ હતુ.

જુબિન નૌટિયાલે આપ્યુ હેલ્થ અપડેટ -
જુબિન નૌટિયાલે હૉસ્પીટલના બેડ પરથી એક તસવીર શેર કરી હતી, તસવીરની સાથે સિંગરે કેપ્શનમાં લખ્યું હતુ- તમારા બધાના આશીર્વાદ માટે થેન્ક્યૂ, ભગવાનની નજર મારા પર હતી અને તેમને મને તે ઘાતક એક્સીડેન્ટમાંથી બચાવી લીધો, મને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે, અને હવે હું ઠીક થઇ રહ્યો છું, તમારા ક્યારેય ના પુરા થનારા પ્રેમ અને વૉર્મ પ્રેયર્સ માટે થેન્ક્યૂ. વળી રાત લમ્બિયાં સિંગર્સના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના દોસ્તો તેની જલદી રિક્વરીની કામના કરી રહી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, જુબિન નૉટિયાલની ગીત તૂ સામને આયે રિલીઝ થયુ હતુ, સિંગર યોહાનીની સાથે આ ગીતમાં જુબિન નૉટિયાલે પોતાનો અવાજ આપ્યો હતો.જુબિન નૉટિયાલની ગીતો લોકોને ખુબ પસંદ છે, અને ભારત જ નહીં પરંતુ દુનિયાભરતમાં તેના કરોડો ફેન્સ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
Embed widget