(Source: ECI/ABP News/ABP Majha)
Mirzapur 3 ક્યારે અને કેટલા વાગે ઓટીટી પર સ્ટ્રીમિંગ થશે? અહી જાણો પંકજ ત્રિપાઠીની સ્ટાર સીરિઝ વિશે
Mirzapur 3 Relaese Date OTT Platform: મિર્ઝાપુર વેબ સિરીઝ 3 ની રાહ જોઈ રહેલા લોકોના મનમાં તેના ટ્રેલર રિલીઝ થયા પછી ઘણા પ્રશ્નો છે. અહીં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે.
Mirzapur 3 Relaese Date OTT Platform: મિર્ઝાપુર 3ની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોની રાહ હવે ટૂંક જ સમયમાં પૂરી થવા જઈ રહી છે. સિરીઝ રિલીઝ માટે તૈયાર છે. મિર્ઝાપુર 3 ક્યારે રીલિઝ થશે તે સિરીઝ વિશે જાણવા માટે દરેક જણ ઉત્સુક છે. શું મિર્ઝાપુર 3માં તમામ જૂના કલાકારોને સામેલ કરવામાં આવશે? OTT પ્લેટફોર્મ પર મિર્ઝાપુર 3 ક્યારે રિલીઝ થશે? શું મુન્ના ભૈયા હજી જીવે છે? શ્રેણીમાં કેટલા એપિસોડ હશે? આવી સ્થિતિમાં, અહી તમને મિર્ઝાપુર 3ની રિલીઝ પહેલા સૌથી વધુ પૂછાયેલા તમામ પ્રશ્નોના જવાબ નીચે આપ્યા છે.
મિર્ઝાપુર 3 રિલીઝ તારીખ અને OTT પ્લેટફોર્મ
મિર્ઝાપુર 3 લાંબી રાહ જોયા પછી 5 જુલાઈના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર હવે તે સ્ટ્રીમ થઈ રહી છે. આ સિરીઝના છેલ્લા બે ભાગ સુપરહિટ રહ્યા હતા, એટલે જ હવે લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
મિર્ઝાપુર 3 કેટલા વાગે રીલીઝ થશે
મિર્ઝાપુરએ પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, વિજય વર્મા, રસિકા દુગ્ગલ અભિનીત ગેંગસ્ટર ડ્રામા શ્રેણીનું નિર્દેશન ગુરમીત સિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને તે એ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી શ્રેણીઓમાંની એક સીરિઝ છે. સિરીઝના રિલીઝના સમય વિશે વાત કરીએ તો, અહેવાલ છે કે તેના તમામ એપિસોડ મધ્યરાત્રિએ સ્ટ્રીમ કરવામાં આવશે.
મિર્ઝાપુર 3માં કેટલા એપિસોડ હશે?
થોડા સમય પહેલા જ્યારે મિર્ઝાપુરનું ટ્રેલર રીલિઝ થયું હતું ત્યારે લોકોએ તેને ખૂબ પસંદ કર્યું હતું. આ સાથે જ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે આ વખતે શોમાં કેટલા એપિસોડ હશે. ખરેખર, મિર્ઝાપુર સિઝન 1માં 9 એપિસોડ હતા, જ્યારે બીજી સિઝનમાં 10 એપિસોડ હતા. હવે મિર્ઝાપુર 3માં પણ કુલ 9 કે 10 એપિસોડ હોવાની અપેક્ષા છે.
View this post on Instagram
શું મુન્ના ભૈયા મિર્ઝાપુર 3 નો ભાગ હશે?
જ્યારે ટ્રેલર રિલીઝ થયું ત્યારે દર્શકોના મનમાં એક જ સવાલ હતો કે શું મુન્ના ભૈયા આ વખતે જોવા મળશે કે નહીં? તો અમે તમારા પ્રશ્નનો જવાબ પણ આપીએ છીએ કે મુન્ના ભૈયા ત્રીજા હપ્તામાં જોવા મળશે નહીં, કારણ કે તેનું મૃત્યુ સીઝન 2 માં થયું છે. આ સિવાય આ રોલ ભજવતી વખતે તે ગૂંગળામણ અનુભવી રહ્યો હતો.
શું મિર્ઝાપુર 3 માં બધા જૂના કલાકારો હશે?
આ પણ લોકોના મનમાં પ્રશ્ન હતો. તો અમે તમને જણાવી દઈએ કે દિવ્યેન્દુ શર્મા, વિક્રાંત મેસી અને શ્રિયા પિલગાંવકર સહિત આઠ કલાકારો ત્રીજી સીઝનમાં જોવા મળશે નહીં. આ સિવાય પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, રસિકા દુગલ, શ્વેતા ત્રિપાઠી, હર્ષિતા ગૌર, ઈશા તલવાર, વિજય વર્મા અને અંજુમ શર્મા વગેરે શોનો ભાગ છે. આ લિસ્ટમાં પંચાયતના ફેમસ જિતેન્દ્ર કુમાર એટલે કે સેક્રેટરી પણ કેમિયો રોલમાં જોવા મળશે.